Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Provisional Answer Key' of LRD written exam released, big news about Gujarat Police recruitment

LRD લેખિત પરીક્ષાની 'પ્રોવિઝનલ આન્સર કી' જાહેર, ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
LRD લેખિત પરીક્ષાની 'પ્રોવિઝનલ આન્સર કી' જાહેર, ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર
સોર્સ : GSTV

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો ક્યાં સુધી પોતાની OMR સીટ ડાઉનલોડ કરી શકશે અને વાંધા સૂચનો કઈ તારીખ સુધી મોકલી શકશે તેની વિગતો પણ જાહેર કરી છે.

App Store

29મી જૂન સુધી OMR શીટ ડાઉનલોડ કરી શકાશે

પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમઆર શીટ સ્કેન કરીને 15મી જૂનના રોજના રોજ જ ભરતી બોર્ડની વેબસાઇટ  https://gprb.gujarat.gov.in પર અપલોડ કરી દેવામાં આવી છે. ઉમેદવારો આગામી 29મી જૂન 2026 સુધીમાં OMR શીટ ડાઉનલોડ કરી શકશે. તમામ ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ 'માસ્ટર સેટ' પ્રશ્નપત્ર મુજબ પોતાના જવાબોની ચકાસણી કરવાની રહેશે.

વાંધા અરજી સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ

જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબો સામે કોઈ વાંધો કે રજૂઆત હોય, તો તે 24મી જૂનના રોજ સાંજે 5 વાગ્યા સુધી જ ઓનલાઈન અરજી કરી શકે છે. વાંધા અરજી માત્રને માત્ર ભરતી બોર્ડની વેબસાઇટ પર આપેલી સૂચનાઓ મુજબ ઓનલાઇન જ સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત  ઓનલાઈન રજૂઆત કરતી વખતે યોગ્ય આધાર અથવા પુરાવા સાથે જોડવાના રહેશે. ઈ-મેઈલ, પોસ્ટ, કુરિયર કે અન્ય કોઈ પણ ઓફલાઈન માધ્યમથી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. 

879 કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા

લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના બીજા તબક્કામાં 14મી જૂન 2026ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર ખાતેની કુલ 879 શાળાઓ તેમજ કોલેજોમાં લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી.