Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad: Police make tight drone arrangements for NEET exam

VIDEO: અમદાવાદ: NEET પરીક્ષા માટે પોલીસનો ચુસ્ત ડ્રોન બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા નભોમંડળથી લઈને જમીન સુધી લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના ૨૩ કેન્દ્રો પર 10 હજાર 445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેની સુરક્ષા માટે 6 DCP અને 15 PI સહિત 15 સ્થાનિક અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડેપગે તૈનાત કરાયો છે. NTA ની ગાઈડલાઈન મુજબ પેપરને સેન્ટર સુધી સુરક્ષિત પહોંચાડવા ખાસ એસ્કોર્ટ બંદોબસ્ત ફાળવાયો છે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે 8 ડ્રોન અને ૨૩ કેન્દ્રો બહાર મુવિંગ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે.

App Store