Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : JCB-road roller destroyed foreign liquor worth ₹7.26 crore

Valsad પોલીસનો મોટો સપાટો: ₹7.26 કરોડના વિદેશી દારૂના જથ્થા પર જેસીબી-રોડ રોલર ફેરવી નાશ કરાયો

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Valsad પોલીસનો મોટો સપાટો: ₹7.26 કરોડના વિદેશી દારૂના જથ્થા પર જેસીબી-રોડ રોલર ફેરવી નાશ કરાયો
સોર્સ : GSTV

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો કાયદેસરની પ્રક્રિયા કરીને નષ્ટ કરવામાં આવ્યો હતો. ઉમરગામના ભિલાડ આરટીઓ ચેક પોસ્ટ નજીક કુલ 7.26 કરોડ રૂપિયાની કિંમતની 2,85,048 દારૂની બોટલો પર જેસીબી અને રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરાયો હતો.

App Store

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાઈ પ્રક્રિયા

વર્ષ 2026 દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ 15 પોલીસ મથકોમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે ભિલાડ ચેકપોસ્ટ નજીક ખાસ કવાયત હાથ ધરાઈ હતી. જેમાં પારડી, ધરમપુર, વલસાડના પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિકારી (DySP) સહિતનો મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની કડક દેખરેખ હેઠળ તમામ 2.85 લાખ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.

કયા પોલીસ સ્ટેશને કેટલો દારૂ ઝડપ્યો હતો? 

આ સમગ્ર કામગીરીમાં વલસાડ જિલ્લાના 15 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ દારૂ પારડી પોલીસે પકડ્યો હતો. પારડી પોલીસે 2.83 કરોડ રૂપિયા, ​ભીલાડ પોલીસે 98.24 લાખ રૂપિયા, ​વલસાડ રૂરલ પોલીસે 72.31 લાખ રૂપિયા, ​વાપી ઉદ્યોગનગર પોલીસે 59.54 લાખ રૂપિયા, ​ધરમપુર પોલીસે 44.45 લાખ રૂપિયા, ​ડુંગરી પોલીસે 42.33 લાખ રૂપિયા, ​વાપી ડુંગરા પોલીસે 40.41 લાખ રૂપિયા, ​વલસાડ સીટી પોલીસે 28.57 લાખ રૂપિયા, વાપી રેલવે પોલીસે 1.70 લાખ રૂપિયા, વલસાડ રેલવે પોલીસે 3.27 લાખ રૂપિયા, ઉમરગામ પોલીસે 54680 રૂપિયા, મરીન ઉમરગામ પોલીસે 15660 રૂપિયા, સરીગામ પોલીસે 8.68 લાખ રૂપિયા, નાનાપોંઢા પોલીસે 3.86 લાખ રૂપિયા અને કપરાડા પોલીસે 14.28 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો.

ચૂંટણીઓ અને સામાન્ય દિવસો દરમિયાન બુટલેગરો દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂ સામે વલસાડ પોલીસે ચલાવેલી કડક ઝુંબેશના ભાગરૂપે આ કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેનો હવે જાહેર નિકાલ કરવામાં આવ્યો છે.