અમદાવાદ ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂકને લઇને ભડકો, અનેક જગ્યાએ આંતરિક ખટરાગ
હજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ પણ આવી નથી અને ગુજરાતભરમાંથી ભાજપમાં ભંગાણ પડવાના સમાચાર આવે છે. હવે

હજુ તો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ પણ આવી નથી અને ગુજરાતભરમાંથી ભાજપમાં ભંગાણ પડવાના સમાચાર આવે છે. હવે અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણુંક બાબતે ભડકો થયો છે. જેમાં 8 વોર્ડના પ્રમુખની નિમણુંકને લઈ સંગઠન અને ધારાસભ્યો આમને સામને જોવા મળ્યા છે. સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ સહિતના વોર્ડમાં પ્રમુખની નિમણુંકને લઈ ભાજપ સંગઠનના સભ્યો અને ધારાસભ્યો વચ્ચે આંતરિક ખટરાગ શરુ થઈ ગયો છે. કુબેરનગર વોર્ડમાં પણ પ્રમુખની નિમણુંક બાદ ડોક્યુમેન્ટને લઈ વિવાદ થયો હતો. જ્યારે જમાલપુર વોર્ડમાં પણ પ્રમુખ બદલવા રજૂઆત કરવામાં આવી હતી.
વટવાના નવનિયુક્ત પ્રમુખ પર ભૂતકાળમાં અપહરણનો ગુનો નોંધાયો હતો
અમદાવાદ જિલ્લાના વટવા ગ્રામ્ય મંડળમાં પ્રમુખ પદે કુંજન સિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. કુંજન સિંહ સામે ભૂતકાળમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. કુંજનસિંહ ચૌહાણના પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય છે. આ પહેલા જમીન વિવાદોમાં પણ કુંજન સિંહ ચૌહાણની સંડોવણી સામે આવી હતી.જોકે, આ મામલે ભાજપ હાઇકમાન્ડને જાણ કરાઇ છે કે નહીં તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. મંડળમાં નિમણૂકને લઇને ભાજપમાં વિવાદો ચાલી રહ્યાં છે ત્યારે વટવામાં પણ આગામી સમયમાં ભાજપનો આંતરિક અસંતોષ બહાર આવે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો : અમદાવાદ: વટવા ભાજપ મંડળમાં પ્રમુખ પદની નિમણૂકને લઇને વિવાદ
ઉમરેઠમાં પણ નિયમ વિરુદ્ધ એક જ ઘરમાંથી બે ભાજપના પદાધિકારી
ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રીને ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલની જગ્યાએ અન્ય કાર્યકર્તાને મોકો આપવા રજૂઆત કરવામાં આવી હતી. હાર્દિકના પિતા APMC ભાજપના મેન્ડેડ ખરીદી વેચાણ સંઘમાં ડિરેક્ટર છે. આણંદ ભાજપના નિયમ અનુસાર એક ઘરમાંથી એક જ હોદ્દેદાર હોવો જોઈએ. આમ એક જ ઘરના બે વ્યક્તિ વિવિધ હોદા અંગે હોવાની રજૂઆત કરી.






