Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Next 48 hours heavy in Gujarat; Red alert in Saurashtra-Kutch

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે; સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે; સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
સોર્સ : gstv

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.

App Store

મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને આણંદ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્રણ સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. જોકે, ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ આગામી બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ ભારે વરસાદની શક્યતાવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે.