VIDEO: ગુજરાતમાં ચોમાસું સક્રિય: એકસાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ કાર્યરત થતાં ૭ દિવસની આગાહી
સોર્સ : gstv
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ (ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે આગામી ૭ દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને આગામી ૫ દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે હોવાથી ત્યાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય, આજે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે, જેને પગલે તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

