Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghraj's dazzling batting in Ahmedabad, 3.54 inches of rain in 24 hours

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 3.54 ઈંચ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 3.54 ઈંચ વરસાદ
સોર્સ : gstv

અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી મોડી રાત સુધી ભારે વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયું હતું. સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરી-ધંધે જતા લોકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. જોકે, મંગળવારે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે.

App Store

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા દરમિયાન સૌથી વધુ 3.42 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધીમાં વધુ 0.11 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સિઝનનો કુલ વરસાદ 30.94 ઈંચ

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં ચાલુ સિઝનનો કુલ વરસાદ 30.94 ઈંચ થયો છે. આ વરસાદ છેલ્લા પાંચ વર્ષના સિઝનલ સરેરાશના આશરે 85.94 ટકા જેટલો છે.

ભારે વરસાદને કારણે વાસણા બેરેજની સપાટી 124.75 ફૂટ સુધી પહોંચી હતી. જેને પગલે બેરેજનો દરવાજા નંબર 27 એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને નદીમાં 538 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સાઉથ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ

ઝોન પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 5.13 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સાઉથ ઝોનમાં 4.90 ઈંચ વરસાદ પડ્યો હતો. નોર્થ વેસ્ટ ઝોનમાં 3.35 ઈંચ, ઈસ્ટ ઝોનમાં 3.32 ઈંચ, વેસ્ટ ઝોનમાં 3.11 ઈંચ, સેન્ટ્રલ ઝોનમાં 3.05 ઈંચ અને નોર્થ ઝોનમાં 1.90 ઈંચ વરસાદ નોંધાયો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં 5.83 ઈંચ, વટવામાં 5.63 ઈંચ, લાંભામાં 5.59 ઈંચ, બોપલમાં 5.45 ઈંચ અને બકરોલમાં 5.37 ઈંચ નોંધાયો હતો.

24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા 10 વિસ્તાર

  1. સરખેજ અર્બન હેલ્થ સેન્ટર: 5.83 ઈંચ
  2. વટવા: 5.63 ઈંચ
  3. લાંભા: 5.59 ઈંચ
  4. બોપલ: 5.45 ઈંચ
  5. બકરોલ: 5.37 ઈંચ
  6. જોધપુર ઝોનલ: 5.02 ઈંચ
  7. મક્તમપુરા: 5.00 ઈંચ
  8. બોડકદેવ: 4.84 ઈંચ
  9. દૂધેશ્વર: 4.70 ઈંચ
  10. જોધપુર: 4.65 ઈંચ