અમદાવાદમાં મેડિકલ ક્ષેત્રનો મહાકુંભ: મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા 'JIC 2026' કોન્ફરન્સનું ભવ્ય આયોજન

Ahmedabad news: 22મી જોઇન્ટ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ (JIC 2026) 9થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન અમદાવાદ ખાતે યોજાઈ, જેનો હેતુ નોલેજ શેરિંગ અને જોઇન્ટ લર્નિંગ થકી એકેડમિક અને સાયન્ટીફિક શ્રેષ્ઠતાનાં ત્રીસ કરતા વધારે વર્ષોની ઉજવણી કરવાનો છે. આ ઈવેન્ટ માત્ર જ્ઞાનનાં પ્રસાર માટે જ નહીં પરંતુ વિષ્વભરમાં હેલ્થકેર પ્રક્ટિસનાં ભવિષ્યને આકાર આપવા માટે જાણીતી સફળ ઈન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અદ્યાય બનવા માટે સજ્જ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, મેરિંગો સિમ્સ દ્વારા યોજવામાં આવતી જેઆઈસી એક સાયન્ટીફિક કોન્ફરન્સમાં પરિવર્તન પામી છે, જે એક એકેડમિક મુવમેન્ટ તરીકે વિદ્યાર્થીઓમાં નવીનતા તથા ઈન્ટરેક્શનને પ્રોત્સાહન આપે છે તથા એવિડન્સ-બેસ્ડ કેરને પ્રેક્ટીકલ પેશન્ટ કેર સર્વિસ સુધી પહોંચાડે છે. વર્ષ 2026માં યોજાતી આ ઇવેન્ટમાં મલ્ટી-સ્પેશિયાલિટી પર ભાર મુકતા વ્યાપક સાયન્ટીફિક પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જેમાં ત્રણ દિવસ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ, ઇન્ટર્નલ મેડિસિન, કાર્ડિયો મેટાબોલિક હેલ્થ, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ઇન્ફેક્શિયસ ડિસિસ, ક્રિટિકલ કેર અને ઓન્કોલોજી તથા ઇવોલ્વિંગ થેરાપીઝ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે.
આ ઈવેન્ટ દરમિયાન ફોકસ્ડ સિમ્પોસિયા, સેટેલાઈટ સેશન્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન્સ, ટાઉન-હોલ મિટિંગ્સ, વર્કશોપ્સ તથા પેશન્ટ-ડોક્ટર એન્ગેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. આ એપ્રોચ શિક્ષણ, ઇન્ટરેક્શન તથા નેટવર્કિંગની વિવિધ તકો પુરી પાડે છે. માસ્ટર ક્લાસ, રેસિડન્ટ ચેલેન્જ, ક્વિઝ કોમ્પિટિશન્સ અને પ્રોસેડ્યુરલ વર્કશોપ્સ જેવા સ્પેશિયલ ફિચર્સ ક્લિનિકલ રિલિવન્સ, વ્યવહારૂ અનુભવ તથા રીયલ-વર્લ્ડ એપ્લિકેશન પર મજબૂત ફોકસ સાથે શિક્ષણ માટે જેઆઇસીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કોન્ફરન્સ પાછળનાં વિઝન અંગે કોન્ફરન્સનાં ચેરમેન ડૉ. અનિશ ચંદારાણાએ કહ્યું કે, “જેઆઇસી હંમેશા સહયોગ, જીજ્ઞાસા અને ક્લિનિકલ રિલિવન્સને પ્રોત્સાહન આપતું રહ્યું છે. જેઆઇસી 2026 એવા અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે કે જે અસરકારક ક્લિનિકલ ડિસિજન મેકિંગ અને પેશન્ટની સ્થિતિમાં સુધારા તરફનો દોરી જાય.
પ્રોગ્રામનાં સાયન્ટીફિક પાસા પર વાત કરતા સાયન્ટીફિક કમિટીનાં ચેરમેન ડૉ. તેજસ વી. પટેલે કહ્યું કે, “જેઆઇસી 2026નું સાયન્ટીફિક ફ્રેમવર્ક મોડર્ન મેડિસિનની વાસ્તવિકતા દર્શાવે છે કે જે જટીલ, મલ્ટીડિસિપ્લિનરી તથા સતત પરિવર્તનશીલ છે. અમારો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોન્ફરન્સમાં મળેલા શિક્ષણનો અમલ ક્લિનિકલ પ્રેક્ટીસ દરમિયાન કરવામાં આવે.
જેઆઇસીનાં વારસા અને વિકાસ પર વાત કરતા Emeritus JIC અને મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ચેરમેન ડૉ. કેયુર પરીખે કહ્યું કે, “2004માં શરૂઆતથી લઇને છેલ્લા કેટલાક વર્ષોમાં જેઆઇસી ખરા અર્થમાં ગ્લોબલ એકેડમિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે કે જે રીસર્ચ, ક્લિનિકલ પ્રેકટીસ તથા પેશન્ટ કેર જેવા વિવિધ પાસાને આવરી લે છે તેમજ ગુજરાત તથા પશ્ચિમ ભારતનાં ઈતિહાસનાં હજારો ફિઝિશિયન્સ આ ઇવેન્ટનો હિસ્સો રહ્યા છે.
સિનિયર ઈન્ટવેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. મિલન ચાગે કહ્યું કે, “મેડિકલ સાયન્સ ખૂબ જ ઝડપી પ્રગતિ કરી રહ્યું છે કે ફિઝિશિયન્સ માટે અપડેટેડ રહેવું અશક્ય બની જાય છે. અમારો હેતુ પ્રતિનિધિઓ સુધી મેડિસિનની દરેક ફિલ્ડ અંગે અદ્યતન નોલેજ પહોંચાડવાનો છે તથા તેનાં થકી ટેક્નોલોજીમાં એડવાન્સમેન્ટ અને ટ્રીટમેન્ટ દ્વારા સમાજને મદદરૂપ બનવાનો છે.
આ પ્રકારની પહેલની અસરકારકતા અંગે વાત કરતા મેરિંગો સિમ્સ હોસ્પિટલનાં યુનિટ મેડિકલ ડિરેક્ટર ડૉ. આર. શંકરને કહ્યું કે, “જેઆઇસી જેવી કોન્ફરન્સ નવીનતા, સહયોગ તથા સતત શિક્ષણ થકી હેલ્થકેર ડિલિવરીમાં પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે આખરે દર્દીઓની સ્થિતિમાં સુધાર લાવવામાં મદદરૂપ નીવડે છે.

