Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, minor was trapped in a love trap and got pregnant, DNA report opened the guilty poll, POCSO court awarded 20 years rigorous imprisonment!

અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી બનાવી ગર્ભવતી, DNA રિપોર્ટે ખોલી પાપીની પોલ, POCSO કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદ!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી બનાવી ગર્ભવતી, DNA રિપોર્ટે ખોલી પાપીની પોલ, POCSO કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદ!
સોર્સ : gstv

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ મથકે વર્ષ 2021માં નોંધાયેલા ચર્ચિત પોક્સો (POCSO) કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે. 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લાલચ આપીને અવારનવાર શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવનાર મૂળ ઉત્તર પ્રદેશના આરોપી દેવરાજ ચૌધરીને પોક્સો કોર્ટના જજ એચ. એન. દેસાઈએ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

App Store

પ્રેમજાળમાં ફસાવી ચાણક્યપુરીના ભાડાના રૂમમાં આચર્યું દુષ્કર્મ

કેસની વિગત મુજબ, જાન્યુઆરીથી માર્ચ 2021 દરમિયાન આરોપી દેવરાજ ચૌધરીએ 14 વર્ષ અને 10 માસની સગીરાને લગ્ન કરવાની તથા સારી રીતે રાખવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી તેને ચાણક્યપુરી ખાતેના ભાડાના રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. 23 મે, 2021ના રોજ આરોપી સગીરાને તેના વાલીના અપહરણ કરી ઉત્તર પ્રદેશના અલીગઢ ભાગી ગયો હતો.

DNA રિપોર્ટથી પાપ ખુલ્લું પડ્યું: પીડિતાએ દીકરીને જન્મ આપ્યો હતો

નિકોલ પોલીસે તપાસ હાથ ધરીને સગીરાને મુક્ત કરાવી હતી. મેડિકલ ચેકઅપ દરમિયાન સગીરા 26થી 28 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું, જેણે બાદમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. કેસની તપાસ દરમિયાન કરાવવામાં આવેલા DNA રિપોર્ટમાં સાબિત થયું હતું કે આરોપી દેવરાજ જ બાળકીનો જૈવિક પિતા છે.

સરકારી વકીલની દલીલો અને કોર્ટનો આકરો ચુકાદો

કોર્ટમાં કેસ ચાલવા પર આવતાં વિશેષ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે 7 સાક્ષીઓ અને 15 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી. આરોપી સામે ઉત્તર પ્રદેશમાં પણ અન્ય ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને રાખીને આરોપી દેવરાજને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત પીડિતાને ₹ 4 લાખનું વળતર ચૂકવવા લીગલ સર્વિસ ઓથોરિટીને આદેશ કર્યો છે.