Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, 6 lakh times land money was not documented

ખ્યાતિ ગ્રૂપનું કૌભાંડ: અમદાવાદમાં 6 લાખ વાર જમીનના પૈસા લઈને દસ્તાવેજ ન કર્યા, લોકોના રૂપિયા ડૂબ્યા

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ખ્યાતિ ગ્રૂપનું કૌભાંડ: અમદાવાદમાં 6 લાખ વાર જમીનના પૈસા લઈને દસ્તાવેજ ન કર્યા, લોકોના રૂપિયા ડૂબ્યા

ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનો ગેરલાભ લઈને બે લોકોને મોતને ઘાટ ઉતાર્યાની વાત હવે બધાની સામે આવી ગઈ છે. જેને લઈને ખ્યાતિ હોસ્પિટલના અધિકારીઓ, તબીબો અને સત્તાધીશો સામે કડક કાર્યવાહીની વાત પણ કરવામાં આવી રહી છે. તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે.

App Store

700 થી 900 કરોડનું જમીન કૌભાંડ

ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટીના ડૉક્ટર કાર્તિક પટેલે ભાડજ પાસે છ લાખ વાર જમીનમાં 650 પ્લોટની સ્કીમ મૂકીને રોકાણકારો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાંતેજની ભાગોળે ધી પાર્ક લેન્ડ એવન્યુમાં 650 પ્લોટની સ્કીમમાં જમીન ખરીદનારાઓ પાસે પૈસા લઈ લીધા છે, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી. જેમાં સહકારી મંડળીના કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રીતે કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું છે. 

આ પણ વાંચો :VIDEO: રાજકોટમાં સામાન્ય બાબતમાં તબીબની પત્ની અને દીકરીને પાડોશીઓએ માર્યો ઢોર માર

ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલનું જમીન કૌભાંડ 

હવે ખ્યાતિ હોસ્પિટલ અને તેના માલિકના એક પછી એક અન્ય કાંડ પણ સામે આવી રહ્યાં છે. પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાં જ આ અગાઉ આચરવામાં આવેલું આવું જ કૃત્ય સામે આવ્યું, જેમાં પણ પરિવારજનોની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી દેવાથી દર્દીના મોત નિપજ્યા હતાં. જોકે, હવે ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલનું જમીન કૌભાંડ પણ સામે આવ્યું છે.

સહકારી રજિસ્ટ્રારે પકડી પાડી ગેરરીતિ

જમીન કૌભાંડમાં સહકારી રજિસ્ટ્રારે કાર્તિક પટેલની ગેરરીતિઓ પકડી પાડી હતી. પૂર્વ સહકાર કમિશનર કમલ શાહ દ્વારા જમીનની ખરીદી માટે નાણાં ચૂકવનાર દરેકને દસ્તાવેજ કરી આપીને પ્લોટની ફાળવણી કરવાની સૂચના આપવામાં આવી હતી. 

કાર્તિક પટેલે પ્લોટની ફાળવણી અને વિભાજનમાં પણ ગપલાં કર્યાં હતાં. રિયલ એસ્ટેટમાં પણ તેણે મધ્યમ વર્ગના રોકાણકારોના નાણાં ડૂબાડ્યા હતાં. જોકે સત્તાધીશો દ્વારા કાર્તિક પટેલ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા