Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Important news for passengers of Asarwa-Himtatnagar-Udaipur route

અસારવા-હિંમતનગર-ઉદયપુર રૂટના મુસાફરો માટે મહત્વના સમાચાર, મુખ્ય ટ્રેનોના સમય બદલાયા

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અસારવા-હિંમતનગર-ઉદયપુર રૂટના મુસાફરો માટે મહત્વના સમાચાર, મુખ્ય ટ્રેનોના સમય બદલાયા
સોર્સ : gstv

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત વિવિધ ટ્રેનોના સમયપત્રકમાં ટેક્નિકલ કારણોથી આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો કઈ ટ્રેન તેના રૂટ પર કેટલી વહેલી કે મોડી પહોંચશે તેમજ મુખ્ય સ્ટેશનો પર પહોંચવાનો નવો સમય.

App Store

ટ્રેન નં. 19821, અસારવા–કોટા એક્સપ્રેસ (03.10.2026થી)

સમયમાં ફેરફાર: આ ટ્રેન અસારવાથી 10 મિનિટ વહેલી ઉપડશે અને આગળના મોટાભાગના સ્ટેશનો પર 15થી 22 મિનિટ વહેલી પહોંચશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

અસારવા: સવારે 08:45 વાગ્યે ઉપડશે (પહેલાં 08:55)
હિંમતનગર: સવારે 10:23 વાગ્યે (22 મિનિટ વહેલી)
ઉદયપુર સિટી: બપોરે 15:05 વાગ્યે (15 મિનિટ વહેલી)

ટ્રેન નં. 20988, અસારવા–ઉદયપુર સિટી સુપરફાસ્ટ (04.10.2026થી)

સમયમાં ફેરફાર: આ ટ્રેન અસારવાથી 10 મિનિટ વહેલી ઊપડશે અને સમગ્ર માર્ગ પર 10 થી 23 મિનિટ વહેલી પહોંચશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

અસારવા: સવારે 06:40 વાગ્યે ઉપડશે (પહેલાં 06:50)
હિંમતનગર: સવારે 08:18 વાગ્યે (7 મિનિટ વહેલી)
ડુંગરપુર: સવારે 09:31 વાગ્યે (19 મિનિટ વહેલી)
ઉદયપુર સિટી: બપોરે 12:10 વાગ્યે પહોંચશે (10 મિનિટ વહેલી)

ટ્રેન નં. 20987, ઉદયપુર સિટી–અસારવા સુપરફાસ્ટ (03.10.2026થી)

સમયમાં ફેરફાર: આ ટ્રેન ઉદયપુરથી 15 મિનિટ મોડી ઉપડશે અને અસારવા સુધીના રૂટ પર 12થી 18 મિનિટ મોડી ચાલશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

ઉદયપુર સિટી: સાંજે 16:20 વાગ્યે ઉપડશે (પહેલાં 16:05)
ડુંગરપુર: સાંજે 18:24 વાગ્યે (12 મિનિટ મોડી)
હિંમતનગર: રાત્રે 20:00 વાગ્યે (15 મિનિટ મોડી)
અસારવા: રાત્રે 21:45 વાગ્યે પહોંચશે (15 મિનિટ મોડી)

ટ્રેન નં. 19316, અસારવા–ઈન્દોર એક્સપ્રેસ (03.10.2026થી)

સમયમાં ફેરફાર: શામળાજી રોડથી રખબદેવ રોડ વચ્ચે આ ટ્રેન 16 થી 30 મિનિટ વહેલી પહોંચશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

શામળાજી રોડ: સાંજે 16:14 વાગ્યે (16 મિનિટ વહેલી)
ડુંગરપુર: સાંજે 17:00 વાગ્યે (30 મિનિટ વહેલી)

ટ્રેન નં. 19315, ઈન્દોર–અસારવા એક્સપ્રેસ (03.10.2026થી)

સમયમાં ફેરફાર: હિંમતનગરથી નરોડા વચ્ચે આ ટ્રેન 24 થી 30 મિનિટ મોડી પહોંચશે, પરંતુ છેલ્લે અસારવા પહોંચવાનો સમય યથાવત રહેશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

હિંમતનગર: સવારે 08:45 વાગ્યે (25 મિનિટ મોડી)
નાંદોલ દહેગામ: સવારે 09:43 વાગ્યે (24 મિનિટ મોડી)
અસારવા: સવારે 10:40 વાગ્યે (યથાવત સમય પર પહોંચશે)
ટ્રેન નં. 69244, ચિત્તોડગઢ–અસારવા મેમૂ (04.10.2026થી)

સમયમાં ફેરફાર: માવલી, ઉદયપુર અને જાવર તરફ આ ટ્રેન 10 થી 30 મિનિટ વહેલી ચાલશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

માવલી: સવારે 09:55 વાગ્યે (10 મિનિટ વહેલી)
ઉદયપુર સિટી: સવારે 11:00 વાગ્યે (30 મિનિટ વહેલી)
જાવર: સવારે 11:55 વાગ્યે (30 મિનિટ વહેલી)

ટ્રેન નં. 69243, અસારવા – ચિત્તોડગઢ મેમૂ (03.10.2026થી)

સમયમાં ફેરફાર: જાવરથી ઉમરા વચ્ચે આ ટ્રેન 20 થી 32 મિનિટ મોડી ચાલશે.

મુખ્ય સ્ટેશનોનો નવો સમય:

જાવર: બપોરે 15:58 વાગ્યે (28 મિનિટ મોડી)

ઉમરા: સાંજે 16:33 વાગ્યે (27 મિનિટ મોડી)

ઉદયપુર સિટી: સાંજે 17:05 વાગ્યે આગમન (20 મિનિટ મોડું, પ્રસ્થાન યથાવત)

અન્ય ટ્રેનોના ફેરફાર

ટ્રેન નં. 20178 (આગ્રા કેન્ટ–અસારવા સુપરફાસ્ટ): હિંમતનગર ખાતે 15 મિનિટ વહેલી (નવો સમય 09:20 વાગ્યે) આવશે. અસારવા પહોંચવાનો સમય 11:00 વાગ્યે યથાવત રહેશે.

ટ્રેન નં. 20177 (અસારવા–આગ્રા કેન્ટ સુપરફાસ્ટ): ડૂંગરપુર ખાતે 11 મિનિટ મોડી (નવો સમય 17:36 વાગ્યે) પહોંચશે.