Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : I was offered 25 lakhs to withdraw my candidature..., Ahmedabad Congress leader Binaben Modi makes serious allegations against BJ

મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા.., અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબેન મોદીનો ભાજપ પર ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા.., અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબેન મોદીનો ભાજપ પર ગંભીર આરોપ
સોર્સ : gstv

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે લાલચ અને દબાણનું રાજકારણ ગરમાયું છે. હાલમાં રામોલ હાથીજણ વોર્ડથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. 

App Store

મૌલિક પટેલ પર નામજોગ આરોપ

બીનાબેનના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણીમાંથી ખસી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે 25 લાખ રૂપિયાની મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. જો કે આ તમામ આર્થિક પ્રલોભનો અને દબાણને ફગાવીને બીનાબેને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ પૈસા માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સેવાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે છે, અને તેઓ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે. મહત્વનું છે કે, બીનાબેન મોદીના આ આરોપ અંગે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલને પૂછવા ફોન કર્યા હતા, પણ તેમણે કોઈ જવાબ આપ્યા ન હતા. 

મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી', કોંગ્રેસ ઉમેદવારનો દાવો

બીનાબહેન મોદીએ જણાવ્યું કે, મેં ગત 11 તારીખે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારથી જ મારા અંગત લોકો દ્વારા મને ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મને લાલચ આપી રહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો, તમારે જેટલી રકમ જોઈતી હશે એટલી અમે આપી દઈશું. ગઈકાલે તો આખો દિવસ ફોન ચાલુ રહ્યા અને મારા ઓળખીતા લોકોને મારા ઘરે મોકલવાનું પણ ચાલુ રાખ્યું હતું. જ્યારે મેં તપાસ કરી તો ખબર પડી કે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલે પોતે મને ફોન કર્યો હતો. જ્યારે ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી કે હું ત્યાં ન જાઉં અને મારું ફોર્મ પાછું ખેંચી લઉં.

મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા

તમને વધુમાં જણાવ્યું કે, 'હું પહેલાથી જ કોંગ્રેસ સાથે જોડાયેલી છું અને ક્યારેય ભાજપમાં ન હતી. મને અત્યારે કોઈ ધમકી નથી આપવામાં આવી રહી, પણ વારંવાર પૈસાની લાલચ આપીને મને ચૂંટણીમાંથી બેસાડી દેવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ હું મારું ફોર્મ બિલકુલ પાછું નહીં ખેંચું, કારણ કે મેં આ ફોર્મ કંઈ પૈસા માટે નથી ભર્યું, હું પ્રજા માટે લડી રહી છું. મારો ઉદ્દેશ્ય જીતીને પણ પ્રજાના જ કાર્યો કરવાનો છે, મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા. આમ, ગમે તેટલી લાલચ આપવામાં આવે તો પણ હું મારા નિર્ણય પર મક્કમ છું.'