Ahmedabad news: તથ્ય પટેલની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ, હજી ભોગવવો પડશે જેલવાસ

સોર્સ : GSTV
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ ગાડી હંકારી 9 વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દેતા નબીરાને હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે. આરોપી છેલ્લા બે વર્ષથી જેલમાં છે અને હાઇકોર્ટમાં ટ્રાયલ શરૂ નહીં થતાં જામીન આપવા અરજીમાં રજૂઆત કરી હતી.
શહેરના ઇસ્કોન બ્રિજ પર 140થી વધુની સ્પીડે કાર હંકારી 9 લોકોની મોતનું કારણ બનનાર નબીરો એવા તથ્ય પટેલને હાઇકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. આરોપીની નિયમિત જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.આરોપી છેલ્લા બે વર્ષથી જેલમાં હોવાથી કોર્ટ ટ્રાયલ શરૂ નહી થતા જામીન આપવા અરજીમાં રજુઆત કરાઇ હતી. પણ તેની આ અરજી ફગાવી દેવાતાં હાઇકોર્ટેના આદેશને પગલે તથ્ય પટેલે હજી જેલવાસ ભોગવવો પડશે.

