Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rains in Ahmedabad amid red alert, people living in low-lying areas uprooted

Ahmedabadમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ઉચાટ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ઉચાટ
સોર્સ : AI

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. એસજી હાઇવે, સેટેલાઈટ, બોડકદેવ, બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. રેડ એલર્ટ સાથે મેઘરાજાએ ફરી એક વાર અવિરત વરસી રહ્યા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.

 તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર

ગત અઠવાડિયે ખાબકેલા વરસાદથી શહેરના પોશ વિસ્તારની સોસાયટીઓ જાણે બેટમાં ફેરવાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આગાહી મુજબ ફરી તેવો જ વરસાદ પડવાની શક્યતા હોવાથી તંત્ર પણ આ વખતે વધુ એલર્ટ જોવા મળી રહ્યું છે. આવતીકાલે શહેરની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ સાથે AMCએ તમામ કર્મીઓની રજાઓ પણ રદ કરી દીધી છે અને નાગરિકોને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ કરાઇ છે. 

App Store

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે શુક્રવારે(31 જુલાઈ) દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 31 જુલાઈએ રાજ્યના 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના અંબિકા અને ભરૂચના નેત્રંગમાં 11-11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિતના 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલું ડિપ્રેશન હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, આ સિસ્ટમની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે, તેમ છતાં આજે (31 જુલાઈ) સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે.

1 ઓગસ્ટે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 1 ઓગસ્ટના શનિવારના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ અને રાજકોટ જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરીને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે.

2 ઓગસ્ટની આગાહી

આગામી 2 ઓગસ્ટના રોજ 8 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના

રાજ્યમાં હાલ ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન અને મોન્સૂન ટ્રફ સહિતની એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની અને દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.