Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rain with strong winds in Ahmedbad, relief to people in chilly weather

Ahmedbadમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedbadમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત
સોર્સ : ai

અમદાવાદના હવામાનમાં આજે સોમવારની રાત્રે અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં સિંધુભવન રોડ, વસ્ત્રાપુર અને સેટેલાઈટ, મકરબા જેવા પશ્ચિમના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. આ દરમિયાન સરખેજ, મકરબા અને ઘાટલોડિયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન અમદાવાદીઓને આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે મોટી રાહત મળી છે. જોકે, અચાનક શરૂ થયેલા તીવ્ર પવનને લીધે વાહનચાલકોને થોડી ક્ષણો માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.

App Store

પંચમહાલમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ

પંચમહાલ જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વાવાઝોડા સાથે તોફાની વરસાદની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં ફૂંકાયેલા અતિ ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના લીધે વાહનચાલકોને મુસાફરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તેજ ગતિના પવન અને કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજપોલ અને લાઈનોને નુકસાન થતાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અચાનક ત્રાટકેલા આ મિની વાવાઝોડા અને વરસાદના લીધે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.