VIDEO: વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, ગુજરાતીઓ ધ્યાન આપે!
સોર્સ : gstv
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આવનારા 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં ઘટાડો નોંધાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી રહેવાનું અનુમાન છે. વાતાવરણમાં આવેલા આ બદલાવથી લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળશે.

