Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hall booking rules will change in Ahmedabad! Community hall and party plot will be found even without kankotri

અમદાવાદમાં હોલ બુકિંગનો નિયમ બદલાશે! કંકોતરી વગર પણ મળશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં હોલ બુકિંગનો નિયમ બદલાશે! કંકોતરી વગર પણ મળશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ
સોર્સ : gstv

AMC hall booking rules: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી લગ્ન કે અન્ય પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ અથવા પાર્ટી પ્લોટનું બૂકિંગ કરાવવા માટે કંકોતરી કે આમંત્રણ પત્રિકા રજૂ કરવી ફરજિયાત હતી. આ નિયમના કારણે સમયસર બૂકિંગ ન મળવું અને સ્થળ નક્કી થયા વગર પત્રિકા છપાવવામાં લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે સ્થાયી સમિતિની બેઠકમાં બૂકિંગ માટે આમંત્રણ પત્રિકાનો પૂરાવો આપવાની શરત રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

App Store

92 હોલ અને પાર્ટી પ્લોટ ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને સોંપવા વિચારણા

શહેરમાં આવેલા આશરે 92 જેટલા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન નવી પોલિસી હેઠળ ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રમત-ગમતના સંકુલોની જેમ આ સુવિધાઓને પણ પીપીપી (PPP) મોડેલ પર આપવા અંગે સ્થાયી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જોકે, આ આયોજનને હજુ આખરી મંજૂરી આપવામાં આવી નથી. તમામ હોલના ખર્ચ, આવક અને અન્ય ટેકનિકલ વિગતો એકત્ર કર્યા બાદ નવી પોલિસી જાહેર કરવામાં આવશે.

વર્ષે 40 કરોડનો ખર્ચ ઘટાડી આવક વધારવાનો દાવો

સ્થાયી સમિતિના જણાવ્યા મુજબ, વર્ષ 2018 પહેલા આ હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હતું, જેનાથી કોર્પોરેશનને વાર્ષિક 10 કરોડ રૂપિયાની આવક થતી હતી. હાલમાં તમામ હોલની સુરક્ષા, લાઈટ અને સફાઈ પાછળ કોર્પોરેશનને વર્ષે 40 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ નાણાકીય બોજ ઘટાડવા નવી નીતિ પર કામ ચાલી રહ્યું છે. સામાન્ય જનતાને વાજબી ભાવે સુવિધાઓ મળી રહે તે માટે ભાવ નિયંત્રણ સાથેના 3 અલગ-અલગ પેકેજ પણ તૈયાર કરવાની યોજના છે.