Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, a person was caught stealing a car with a fake plate of 'Anti-Corruption Director'

અમદાવાદમાં 'એન્ટી કરપ્શન ડિરેક્ટર'ની નકલી પ્લેટ લગાવી કારમાં રોફ જમાવતો શખ્સ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં 'એન્ટી કરપ્શન ડિરેક્ટર'ની નકલી પ્લેટ લગાવી કારમાં રોફ જમાવતો શખ્સ ઝડપાયો
સોર્સ : gstv

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાંથી એક શખસ પોતાની કારમાં એન્ટી કરપ્શન ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટરની ખોટી પ્લેટ લગાવીને સરકારી અધિકારી હોવાનો રોફ જમાવતો હતો. સેટેલાઇટ પોલીસે રાતે વાહન ચેકિંગ દરમિયાન આ નકલી અધિકારીને ઝડપીને ખોટી ઓળખનો પર્દાફાશ કર્યો છે. પોલીસે તેની ધરપકડ કરી તેની કાર અને નકલી પ્લેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

વાહન ચેકિંગ દરમિયાન સ્પોર્ટ્સ કારમાંથી નકલી પ્લેટ મળી

સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ 19મી ઓગસ્ટની મોડી રાત્રે ઈસ્કોનથી શિવરંજની ચાર રસ્તા તરફ જવાના રોડ પર વાહન ચેકિંગ કરતા હતા. આ દરમિયાન એક સ્પોર્ટ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને સાઈડમાં ઊભી રખાવી હતી. કારની અંદર તપાસ કરતા પોલીસ અધિકારીની થીમવાળી એક પ્લેટ મળી હતી, જેના પર ANTI CORRUPTION FOI DIST. DIRECTOR લખેલું હતું.

પોલીસે કાર ચાલકને પકડીને તેની ઓળખ પૂછતા તેણે પોતાનું નામ 40 વર્ષીય હિતેન્દ્ર પંચાલ જણાવ્યું હતું. પોલીસે જ્યારે તેને એન્ટી કરપ્શનમાં તેની ફરજ બાબતે અને આ પ્લેટની પરમિટ અંગે પૂછપરછ કરી ત્યારે ભાંડો ફૂટ્યો હતો. પૂછપરછમાં શખસે કબૂલાત કરી હતી કે તે કોઈ સરકારી કર્મચારી નથી, પરંતુ પોતાના ઘરેથી જ CCTVને લગતું કામ કરે છે. તે માત્ર લોકોમાં ખોટો રોલો પાડવા અને ઓળખ ઊભી કરવા માટે આ એન્ટી કરપ્શનની પ્લેટ પોતાની કારમાં રાખીને ફરતો હતો. પોલીસે કાર અને નકલી પ્લેટ જપ્ત કરી આરોપી હિતેન્દ્ર પંચાલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News