VIDEO: અમદાવાદમાં એક ફ્લેટમાંથી 6 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર-2 ફ્લેટમાં બીજા માળે અચાનક આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઘરમા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર-2 ફ્લેટમાં બીજા માળે અચાનક આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઘરમાં આવી ચડતા રહેવાસીઓમાં ફફડાટ મચી ગયો હતો. રહેવાસીઓએ તાત્કાલિક એનીમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરી હતી. માહિતી મળતા ફ્લેટમાં તપાસ કરતા સાપ ઘરની પાણીની ટાંકીના ઉપરના ભાગે છુપાઈને બેઠેલો જોવા મળ્યો હતો. ખોરાકની શોધમાં ફ્લેટમાં આવી પહોંચેલો આ સાપ ટાંકી ઉપર સંતાઈને બેઠો હતો. વિજય ડાભીએ સાવચેતીપૂર્વક સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ધામણ સામાન્ય રીતે બિનઝેરી સાપ છે અને ઉંદર સહિતના નાના પ્રાણીઓનો શિકાર કરે છે. એનિમલ લાઈફ કેર દ્વારા અપીલ કરવામાં આવી કે, ઘર કે ફ્લેટમાં સાપ જોવા મળે ત્યારે ગભરાઈને સાપને મારવાનો કે જાતે પકડવાનો પ્રયાસ ન કરવો. સાપથી સુરક્ષિત અંતર જાળવી તાત્કાલિક નિષ્ણાત વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરવી.




