VIDEO: અમદાવાદમાં મુસાફર બની તસ્કરે પાર્સલમાંથી iPhone તફડાવ્યા
અમદાવાદમાં લક્ઝરી બસમાંથી 10.70 લાખ રૂપિયાના 14 iPhoneની ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્

અમદાવાદમાં લક્ઝરી બસમાંથી 10.70 લાખ રૂપિયાના 14 iPhoneની ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મુસાફરના સ્વાંગમાં બસમાં સવાર થયેલા તસ્કરે રાત્રિના સમયે છેલ્લી સીટ પરથી પાર્સલ ખોલી iPhone ચોરી લીધા હતા. વેપારી પાર્સલ લેવા પહોંચ્યા ત્યારે બોક્સ ખાલી મળ્યું. CCTV તપાસમાં ચોરીનો ખુલાસો થયો. આરોપીએ ચિરાગ રાજપૂતના નામે ફેક ટિકિટ બુક કરાવી હતી. સીમકાર્ડ તપાસમાં તેનું સાચું નામ ગજેન્દ્રસિંગ રાજપૂત હોવાનું સામે આવ્યું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




