VIDEO: અમદાવાદમાં રાશનની અછત!: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત
અમદાવાદમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે રાસનની દુકાનોમાં તેલ અને જરૂર

અમદાવાદમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે રાસનની દુકાનોમાં તેલ અને જરૂરી અનાજનો જથ્થો ન મળવાથી ગરીબ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી બી.પી.એલ. અને એન.એફ.એસ.એ. રાશન કાર્ડ ધારકોને નિયમિત અનાજનો પુરવઠો મળતો નથી. આગામી તહેવારોના સમયને ધ્યાનમાં રાખીને ગરીબ નાગરિકોને સરકારની જાહેરાત મુજબ અનાજ અને તેલનો જથ્થો ત્વરિત અને સમયસર પૂરો પાડવામાં આવે, જેથી જરૂરિયાતમંદ લોકો તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.




