મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પાઈપલાઈનના લિકેજનું સમારકામ, 18 ઓગસ્ટે પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠાને અસર

અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનમા

તસવીર: gstv

અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠાને અસર થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનના સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પુરવઠો પૂરો પાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે લીકેજ થયું છે. જેનું 18 ઓગસ્ટે સમારકામની કામગીરી થશે. જેથી 18 ઓગસ્ટના રોજ સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં.. 19 ઓગસ્ટે સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા અનુસાર આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો