Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Rain Forecast: A second round of heavy rains will begin in Gujarat for the next 7 days, know which districts will witness heavy downpours

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો તોફાની બીજો રાઉન્ડ થશે શરૂ, જાણો કયા જિલ્લામાં ખાબકશે ધોધમાર

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો તોફાની બીજો રાઉન્ડ થશે શરૂ, જાણો કયા જિલ્લામાં ખાબકશે ધોધમાર
સોર્સ : GSTV News

Gujarat Rain Forecast: ગુજરાતમાં દોઢ મહિના કરતાં વધુ સમયથી ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે. આ દરમ્યાન ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. જો કે, છેલ્લા ઘણા દિવસથી વરસાદનું જોર ઘટયું છે. પરંતુ હવામાન વિભાગે આગામી 7 દિવસમાં વરસાદની આગાહી કરી છે.

App Store

રાજ્યમાં ફરી એકવાર અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મૉન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદનો બીજો તોફાની રાઉન્ડ શરૂ થશે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત્ છે. પરંતુ વરસાદી જોર સરેરાશ રીતે જોવા જઈએ તો ઘટયું છે. પરંતુ આગામી 7 દિવસમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદ ધુંઆધાર તોફાની બેટિંગ કરશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી લઈ બંગાળની ખાડી તરફ મૉન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદી સિસ્ટમ જામશે જેથી ગુજરાતમાં શ્રાવણમાં સાંબેલાધાર વરસાદ વરસશે. વરસાદી માહોલને લીધે અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે.

  આગામી 24 કલાકમાં રાજયમાં વીજળીના કડાકા થશે

રાજ્યમાં પહેલી જૂનથી 31 જુલાઈ સુધી સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જે દર વર્ષની જેમ વધારે છે. આ વર્ષે ચોમાસાનો પ્રારંભ અને વરસાદ સારો હોવાથી ખેતી અને પાણીના ભૂસ્તરમાં સારું એવું પાણી સ્ટોર થયું છે. જે આગામી સમયમાં કામ આવશે. જો કે, થોડા સમય માટે વરસાદનું જોર ઘટી જવું પણ ચિંતાનો વિષય ગણી શકાય. આગામી 24 કલાકમાં રાજયમાં વીજળીના કડાકા માટેની હવામાન વિભાગે આગાહી દર્શાવી છે.