Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat ATS: MD drugs factory busted in Rajasthan, 6 accused arrested with drugs worth 2 crores

Gujarat ATS: રાજસ્થાનમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપી પાડયું, 2 કરોડના ડ્રગ્સ સાથે 6 આરોપીઓ સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat ATS: રાજસ્થાનમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપી પાડયું, 2 કરોડના ડ્રગ્સ સાથે 6 આરોપીઓ સકંજામાં
સોર્સ : GSTV

Gujarat ATS: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ રાજસ્થાન પોલીસ સાથે મળી એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જેમાં  40 લિટર લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સ (MD)ને પકડી પાડ્યું છે. શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોઈતારા ગામમાં આવેલા ટ્યૂબવેલ પાસે  કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર ચાલતી ડ્રગ્સ લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSએ આરોપીને પકડીને કરેલી કાર્યવાહીમાં મોટા નેટવર્કનું પગેરું મળ્યું હતું. જે બાદ રાજસ્થાન પોલીસની મદદ લઈ જોધપુર પાસેથી લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સનો 40 લિટરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેની કિંમત 2 કરોડ અંકાઇ રહી છે. 

App Store

સિમરખિયા ગામમાં દરોડા, સોઈતારા ગામમાં કાર્યવાહી
જોધપુર ગ્રામીણ પોલીસ વડાના જણાવ્યા મુજબ ગુજરાત ATS બાલોતરા ક્ષેત્રમાં આરોપી મોનું ઓઝાની શોધખોળ માટે પહોંચી હતી. જ્યાં સિમરખિયા ગામમાં ડુંગરસિંહના મકાન પર દરોડા પાડી મોનું ઓઝા અને ગોવિંદ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમની કડક પૂછપરછ કરવામાં આવતા સોઈતારા ગામમાં ડ્રગ્સ લેબ ચાલતી હોવાની માહિતી મળી હતી. જે આધારે ગુજરાત ATS અને જોધપુર ગ્રામીણ પોલીસ સાથે રેડ કરી હતી. જેમાં 40 લિટર લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આશંકા મુજબ આ લિક્વીડમાંથી 2 કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ બનાવી શકાય છે. 

ઓનલાઈન એપથી ડ્રગ્સ બનાવતા શીખ્યા હતા આરોપીઓ
ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી મોનું ઓઝાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એક ઓનલાઈન મોબાઈલ એપ થકી આરોપીઓ ડ્રગ્સ બનાવવાનું શીખ્યા હતા. જે બાદ તેણે ગોવિંદસિંહ સાથે મળી ડ્રગ્સની ફેક્ટરી ઊભી કરી દીધી હતી. આ મામલે ગુજરાત ATSએ 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

દરિયા બાદ રાજસ્થાન ડ્રગ્સનો નવો રુટ?
બીજી તરફ ગુજરાત ATSએ આ ડ્રગ્સનો સામાન ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં સપ્લાય થવાનું હતું તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઓપરેશન એ દિશા પણ સંકેત આપે છે કે ગુજરાતના દરિયા કિનારા બાદ ડ્રગ્સ સપ્લાય કરવા માટે રાજસ્થાનના વિસ્તારોનો ઉપયોગ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ અથવા ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થઈ રહ્યો છે. 

છેલ્લા 5 વર્ષમાં 91453 કિલો ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં આ તો બાતમી આધારે દર વર્ષે સરેરાશ 15-20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે. જ્યારે હજારો કિલો ડ્રગ્સ ખાખી અને ખાદીના આશીર્વાદને પગલે પ્રવેશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2018થી વર્ષ 2022 સુધીમાં કુલ મળીને 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. 

હજારો યુવા ડ્રગ્સના બંધાણી 
મોઘવારી,બેરોજગારીને લીધે શિક્ષિત યુવા-મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરની ભૂમિકામાં માત્ર પુરુષો જ નહીં, હવે મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરો બની રહી છે. આ ઉપરાંત શિક્ષિત યુવાઓ પણ બેરોજગારીને લીધે ડ્રગ્સ વેચી ગુનાખોરીના માર્ગે વળ્યાં છે. ડ્રગ્સનું દૂષણ વકરતાં શહેરો અને ગામડાઓમાં ડ્રગ્સ પેડલેરો સક્રિય થયાં છે જેના કારણે ખૂણેખાંચરે ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. હપ્તાને લીધે ડ્રગ્સ પેડલરો પણ ડર રહ્યો નથી. આ જોતાં હજારો યુવા ડ્રગ્સના બંધાણી બની ચૂક્યાં છે.