Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : arrested including the girl who trapped a builder in Surat in a honey trap, it was revealed that 20 lakhs were taken from the young man

Surat news : સુરતના બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ, યુવક પાસેથી 20 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news : સુરતના બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ, યુવક પાસેથી 20 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો
સોર્સ : GSTV

Surat news : સુરતમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં ન્યૂડ વીડિયો કોલ કરી બિલ્ડરને ફસાવ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે યુવતી સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 20 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં હની ટ્રેપમાં બિલ્ડરને ફસાવીને યુવતી અને તેના ભાગીદારે 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે અભિષેક શેઠીયા અને હેતલ બારૈયાની ધરપકડ કરી છે. 

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદ અને આરોપી યુવતી બંને ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને વાતચીત કરતાં હતા. જેમાં યુવતી દ્વારા ન્યૂડ વીડિયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કર્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ ન કરવા માટે યુવક પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં યુવતી દ્વારા 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.