Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Police nab 5 members of a gang of robbers who were extorting money on the pretext of getting married with Rs 4.43 lakh

Dang news: લગ્ન કરવાના બહાને પૈસા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 5 સભ્યો 4.43 લાખ સાથે પોલીસે ઝડપી પાડી

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Dang news: લગ્ન કરવાના બહાને પૈસા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 5 સભ્યો 4.43 લાખ સાથે પોલીસે ઝડપી પાડી
સોર્સ : GSTV

Dang news: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં લગ્નોત્સુક યુવકોને લગ્નનના નામે યુવતી બતાવી નકલી લગ્ન કરી દાગીના સહિત લાખો રૂપિયા લૂંટીને ફરાર થતી લૂંટેરી ગેંગ ઘણા સમયથી ચર્ચામાં છે. અગાઉ તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં એક લૂંટેરી દુલ્હન ગેંગ સાથે ઝડપાઈ હતી. એવો જ કિસ્સો ડાંગ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં લગ્ન કરવાનો બહાને, છોકરી બતાવવાની આડમાં અને લગ્નના ખર્ચના નામે ભોગ બનનાર પાસેથી રૂપિયા પડાવી લેવાનું કાવતરું… બે લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાતાં જ સાપુતારા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ.”

App Store

“પોલીસ સ્ટેશનમાંથી અલગ-અલગ ટીમ બનાવી ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલયામાળ વિસ્તારોમાં રેડ પાડી અને આખરે આ ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી.”

“રોકડ રૂ. 1 લાખ 30 હજાર, એક ફોરવ્હીલર વાહન – કિંમત અંદાજે રૂ. ૩ લાખ, અને બે મોબાઈલ ફોન – રૂ. 13 હજાર, મળી કુલ રૂ. 4 લાખ 43 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.” પોલીસના જાળમાં ચડેલા આરોપીઓમાં મહિલાઓથી લઈને પુરુષો સુધીનો સમાવેશ થાય છે. નિકીતાબેન ઉર્ફે જીયા, જ્યોતિબેન ઉર્ફે સંગીતા, વિજયભાઇ ભોયે, રમેશભાઈ જાદવ અને સોમનાથભાઈ પવાર — આવી પાંચેય આરોપીઓની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”

“આ આખી કામગીરીનું નેતૃત્વ
પોલીસ ઈન્સ્પેકટર પી.ડી. ગોંડલિયા તથા તેમની ટીમ શક્તિસિંહ હઠુભા, ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ, રમેશભાઈ રવજીભાઈ, વિજયભાઈ લવજીભાઈ, સુનિલસિંહ રતનબહાદુર, પ્રકાશભાઈ સાધુરામભાઈ, સાવિત્રીબેન જમશુભાઈ અને રંજનબેન નારાયણભાઈ દ્વારા ખૂબ જ કુશળતા કાર્યવાહી કરવામાં આવી હતી.