Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat ATS found important evidence in interrogation of 4 ISI terrorists

મોટા સમાચાર / 4 આતંકીઓના ફોનમાંથી મળ્યાં મહત્ત્વના પુરાવા, તપાસમાં તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ જોડાઈ

Timeછેલ્લું અપડેટ : 21 May 2024
લાઇવ ટીવીGoogle News
મોટા સમાચાર / 4 આતંકીઓના ફોનમાંથી મળ્યાં મહત્ત્વના પુરાવા, તપાસમાં તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ જોડાઈ

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા ISIના ચાર આતંકીઓની ગુજરાત ATSએ 6 દુભાષિયા સાથે રાખીને પૂછપરછ શરૂ કરી છે. આ ચારેય આતંકીઓની અલગ અલગ  પૂછપરછ કરવા આવી અને તેમના ફોનની પણ તપાસ કરવામાં આવી, જેમાં ATSને મહત્ત્વના પુરાવા મળ્યા છે.

App Store

ચાર મહિનાની ટ્રેનિંગ બાદ ભારતમાં આત્મઘાતી હુમલો કરવા આવ્યાં 

આ ચારેય આતંકવાદીઓને ISI દ્વારા 4 મહિનાની જિહાદી ટ્રેનિંગ આપવામા આવી હતી. ફેબ્રુઆરી મહિનાથી ટ્રેનિંગ ચાલતી હતી અને આત્મઘાતી હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો. ટ્રેનિંગ  બાદ આ ચારેય આતંકવાદીઓ ભારતમાં આત્મઘાતી હુમલો કરવા આવ્યાં હતા. ચાર પૈકી બે આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરથ ગોલ્ડ સમગ્લિંગ કરેછે. મોહમ્મદ ફારીસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.  આતંકી મોહમ્મદ રસદીન શ્રીલંકામાં પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે. 

ગુજરાતમાં ISIનો સ્લીપર સેલ સક્રિય 

આ આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં ISIનો સ્લીપર સેલ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા સ્થાનિક વ્યક્તિની શોધખોળ અને તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકીઓની મદદ માટે નાના ચિલોડા ખાતે 3-4 દિવસ પહેલા હથિયાર મુકવામાં આવ્યા હતા. ATS નાના ચિલોડા આસપાસના CCTV કેમેરા ચેક કરવાની શરૂઆત કરવામાં આવી છે. સાથે અન્ય રાજ્યમાં પણ તપાસ શરૂ કરાઈ છે. 

આતંકીઓના ફોનમાંથી અબુ પાકિસ્તાનીનો ફોટો અને અન્ય પુરાવા મળ્યાં 

આતંકીઓના ફોનમાંથી અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો હતો અને સાથે જિહાદના શપથના વીડિયો મળી આવ્યાં હતા. આતંકીઓ હમાસ અને ફિલિસ્પાઈનની ઘટના બાદ વધુ સક્રીય થયા હતા. આતંકીઓને કહેવામાં આવ્યું હતું કે ભારત અને US ઇઝરાયેલની હમાસને મદદ કરી રહ્યા છે. 

આતંકીઓ પાસેથી બે નવા ફોન મળી આવ્યા છે જે તેમને અબુ પાકિસ્તાનીએ આપ્યાં હતા. આ ફોનમાંથી પ્રોટોન મેઈલ અને કેટલાક લોકોના ફોટા મળી આવ્યા છે, જે ટાર્ગેટના હોઈ શકે છે. એક ફોનમાં પ્રોટોન મેઈલ તો બીજા ફોનમાં સિંગલ એપ્લિકેશન હતી જેના દ્વારાઆતંકીઓ તેમના ઉપરી આકાઓ સાથે સમ્પર્કમાં રહેતા હતા. આ બે ફોનમાં ચેન્નઈ એરપોર્ટનું WIFI ઉપયોગ કરવામાં આવ્યું હતું.ATSએ ચેન્નઈ અને અમદાવાદ એરપોર્ટના WIFI ડેટા મંગાવ્યા છે.  પ્રોટોન મેઈલમાંથી ચેટ હિસ્ટ્રી મેળવવી મુશ્કેલ હોવાથી ATSએ આ બંને ફોન FSLમાં મોકલ્યા છે. 

કેન્દ્રીય એજેન્સી, તામિલનાડુ અને શ્રીલંકાની પોલીસ તપાસમાં જોડાઈ

આ સમગ્ર કેસમાં ગુજરાત ATS સાથે ભારત સરકારની કેન્દ્રીય એજેન્સીઓ, તામિલનાડુ ATS અને શ્રીલંકાની પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. તામિલનાડુ ATSની એક ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. આ સાથે અન્ય રાજ્યોની પોલીસ પણ તપાસમાં જોડાશે.