Video: અમદાવાદમાં કોંગ્રેસની સંવિધાન રક્ષા માર્ચનું ભવ્ય આયોજન

સોર્સ: gstv

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંવિધાનના મુદ્દે રાજકીય લડાઈ તેજ બની છે. મતદાર યાદી અને ચૂંટણી પંચની કામગીરીના મુદ્દે વિરોધ નોંધાવવા આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા સભા અને સંવિધાન રક્ષા માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રભારી રણદીપ સુરજેવાલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કાર્યાલય ખાતે સભા યોજાયા બાદ પાલડી ક્રોસ રોડ સુધી માર્ચ યોજવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત