બગીચાની ઝાળીઓમાં ચાલતું જુગારધામ ઝડપાયું: PCBના દરોડામાં પકડાયા 12 જુગારીઓ, મુખ્ય સૂત્રધાર ફરાર

બગીચાની ઝાળીઓમાં ચાલતું જુગારધામ ઝડપાયું: PCBના દરોડામાં પકડાયા 12 જુગારીઓ, મુખ્ય સૂત્રધાર ફરાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાત હાઉસીંગ શાકમાર્કેટ પાસેના બગીચાની ઝાળીઓમાં ગત 15 નવેમ્બરના રોજ PCBએ બાતમીના આધારે દરોડા પાડીને મોટા પાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચાંદખેડામાં સ્થાનિક પોલીસની રહેમરાહ પર ચાલતા જુગારધામ પર દરોડા પડતાં જ મચેલી નાસભાગ વચ્ચે PCBએ પીછો કરીને 12 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે.

મુખ્ય આરોપી અને તેના સાગરીત માણસો ફરાર

જાહેરાત

જ્યારે આ જુગાર રમાડતો મુખ્ય સૂત્રધાર હર્ષદ બળદેવભાઇ રાવત અને તેના માણસો પોતાનો 1 મોબાઈલ ફોન મૂકીને ભાગી છૂટવા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 63700, 14 મોબાઈલ ફોન, 65 પત્તા પાના અને અન્ય સામાન મળીને કુલ રૂપિયા 1,94,700 નો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીને આધારે કાર્યવાહી

PCBની ટીમ 15 નવેમ્બરના રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે બપોરે બાતમી મળી હતી કે ચાંદખેડા ગુજરાત હાઉસીંગ શાકમાર્કેટમાં આવેલ બગીચાની ઝાળીઓ પાસે કેટલાક શખ્સો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. આ આધારે પોલીસે 2 પંચોને બોલાવીને તેમને સાથે રાખીને રેડ કરી હતી.

એક ઈસમે બૂમ પાડતા જુગારીઓ ભાગવા લાગ્યા

પોલીસને જોતા જ 1 શખ્સે બુમ પાડી હતી જેથી જુગાર રમી રહેલા લોકો નાસભાગ કરવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને ઘટના સ્થળેથી કુલ 12 આરોપીઓને પકડી પાડ્યા હતા અને અન્ય કેટલાક ભાગી છૂટ્યા હતા. તપાસ દરમિયાન રોકડા રૂપિયા 63, 700, 14 મોબાઇલ ફોન, 65 પત્તા પાના અને પ્લાસ્ટિકના મેણીયા સહિત કુલ રૂપિયા 1,94,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ અંદર બહારનો જુગાર હર્ષદ બળદેવભાઇ રાવત રમાડતો હતો, જે પોલીસની રેડ પડતા તેનો 1 મોબાઇલ ફોન મૂકીને તેના માણસ સાથે ભાગી ગયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત