Video: યુવા સભા દ્વારા જનજાગૃતિનો પ્રયાસ

પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા સહિત આસપાસનાં ગામોના યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક આગેવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને બલિદાનની વાતો કરી યુવાનોને તેમના આદર્શોમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને ગૌરવશાળી ઇતિહાસ અંગે પણ યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જાહેરાત






