એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધામાં કરાશે વધારો, જૂની બિલ્ડિંગ તોડી નવી વિકસાવાશે
અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે નામના મળી ચૂકી છે. ગુજરાતના અલગ અલગ જિલ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે નામના મળી ચૂકી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવે છે પણ ગુજરાતની આસપાસ આવેલ રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે જેથી દર્દીઓનો સતત ઘસારો જોવા મળે છે.
આ પણ વાંચો: VIDEO : અમદાવાદના જુહાપુરા, વેજલપુર અને ફતેહવાડીમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
આ ઘસરાને પગલે હોસ્પિટલમાં બેડ ખૂટી પડે છે જેથી દર્દીઓને ઘણી અગવડ પડે છે. દર્દીઓની વારંવાર ફરિયાદ અને માંગ બાદ હવે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધામાં કરાશે વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં હોસ્પિટલ 1200 બેડ બાદ હવે 1400 બેડની બનવા જય રહી છે.
આ પણ વાંચો: વડોદરા બાદ અમદાવાદમાં ઝડપાયું LPG ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ, દરરોજ 100થી વધુ બોટલોની હેરાફેરી
1400 બેડની હોસ્પિટલ બનવવા માટેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સિવિલ આવતા દર્દીઓને મળશે 1400 બેડની હોસ્પિટલમાં મળશે સુવિધા અમદાવાદની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ તોડીને 1400 બેડની નવી હોસ્પિટલ બનાવાશે.






