Video: નશામાં અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ચાલક ઝડપાયો

અમદાવાદના નરોડા વિસ્તારમાં ગત રાત્રે નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે પૂરઝડપે વાહન ચલાવીને અકસ્માતોની હારમાળા સર્જી હતી. સ્કોર્પિયો ચાલક આકાશ અમરતભાઈ સથવારાએ નરોડા સ્મશાન પાસે એક વાહનચાલકને ટક્કર માર્યા બાદ, પેટ્રોલ પંપ સામે બાઈક ચાલકને અને ત્યારબાદ વિઠ્ઠલ પ્લાઝા પાસે પાર્કિંગમાં ઊભેલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત થયો હતો. આ બેફામ ડ્રાઇવિંગથી વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નશાખોર સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત










