Video: કોન્ટ્રાક્ટરે રોડનો કાટમાળ નદીમાં ઠાલવ્યો

સોર્સ: gstv

રાજકોટના ઉપલેટા શહેરમાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના જૂના પુલ પર ડામર ઉખેડવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં નિયમોની ઐસીતૈસી થઈ રહી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સ્વસ્તિક કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા આ રીસરફેસિંગ કામ હાથ ધરાયું છે. પુલ પરનું ભારણ ઘટાડવા માટે જૂના ડામરના થર હટાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ નિયમોને નેવે મૂકીને ખોદકામ બાદ નીકળેલો ડામરનો વેસ્ટ અને રોડનો કાટમાળ સીધો મોજ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો હતો. નદીમાં પ્રદૂષણ ફેલાવતી આ બેદરકારી સામે આવતા જાગૃત નાગરિકો અને મીડિયા પ્રતિનિધિઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. લોકોના વિરોધ અને સવાલોને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને નદીમાં કચરો નાખવાની કામગીરી તુરંત અટકાવી દેવાઈ હતી. કાટમાળને નદીમાં ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત