Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : dog attack 11 year-old boy

Ahmedabad: શ્વાનને વેફર ખવડાવવા જવુ ભારે પડ્યું, 11 વર્ષના બાળક પર કર્યો હુમલો

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: શ્વાનને વેફર ખવડાવવા જવુ ભારે પડ્યું, 11 વર્ષના બાળક પર કર્યો હુમલો
સોર્સ : google

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રમત-રમતમાં શ્વાનને વેફર ખવડાવવા ગયેલા 11 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

App Store

ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો

મળતી માહિતી મુજબ, ધોળકાના નાનીબોરૂ ગામનો 11 વર્ષીય બાળક રમત-રમતમાં શ્વાનને વેફર ખવડાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને બાળકના ડાબા હાથ પર બે જગ્યાએ બટકા ભરી લીધા હતા. શ્વાનના હુમલાના કારણે બાળકના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે ગભરાયેલી હાલતમાં હતો.

બાળક ઈજાગ્રસ્ત થતાં પરિવાર તાત્કાલિક વટામણા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ બાળકની હાલત ગંભીર જણાતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ધોળકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) લઈ જવામાં આવ્યો હતો. 

શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા ધોળકાના CHC ખાતે ઇમરજન્સી સારવાર અને દવા આપીને બાળકને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.