Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : bit.ly/gujarat-heatwave-alert-2026

VIDEO: ગુજરાત ગરમીમાં શેકાયું, માર્ચમાં 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, સુરેન્દ્રનગર-રાજકોટમાં રેડ એલર્ટ અને આખું રાજ્ય ઓરેન્જ ઝોનમાં

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ રાજ્યમાં 'હીટવેવ'નો પ્રકોપ યથાવત રહેશે. માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

App Store

રેડ અને ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ 
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11 અને 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભયાનક ગરમી પડશે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે અહીં તાપમાન અત્યંત જોખમી સ્તરે પહોંચી શકે છે.

આ ઉપરાંત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો પણ ઓરેન્જ એલર્ટ હેઠળ છે, જ્યાં ગરમીનો પારો સામાન્ય કરતા ઘણો ઊંચો રહેશે.

100 વર્ષનો રેકોર્ડ બ્રેક:
ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે. દીવમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે માર્ચ મહિના માટે અસાધારણ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાવાને કારણે અકળામણમાં વધારો થયો છે. માત્ર દિવસ જ નહીં, પણ હવે રાત્રિના તાપમાનમાં પણ વધારો થતાં રાત પણ ગરમ રહેશે.

હવામાન વિભાગની સૂચના
આગામી 3 દિવસ હીટવેવની પ્રબળ શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે.