Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Big success in investigation into ONLINE cheating case; Six youths caught

Ahmedabad: ONLINE ચીટિંગ મામલે તપાસમાં મોટી સફળતા; ₹ 3.16 કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: ONLINE ચીટિંગ મામલે તપાસમાં મોટી સફળતા; ₹ 3.16 કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા
સોર્સ : gstv

પાલડીમાં રહેતા એક વ્યક્તિના મોબાઈલને હેક કરીને તેના ગુગલ- પેમાંથી 25 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કેસની તપાસમાં પાલડી પોલીસને ઓનલાઈન ચીટિંગના કરોડો રૂપિયાની હેરફેરની ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં ત્રીજા લેવલ સુધીના નાણાંકીય વ્યવહાર અંગેની તપાસ બાદ છ શખ્સોને ઝડપીને તેમની પાસેથી 3.16 કરોડની રોકડ જપ્ત કરી હતી. જે ઓનલાઈન છેતરપિંડીની રકમ હતી. આ કેસની તપાસમાં 23.23  કરોડના આર્થિક વ્યવહારની ચોંકાવનારી માહિતી પણ પોલીસને મળી છે.

App Store

25 હજારના નાણાંકીય વ્યવહારની તપાસમાં કરોડોના કૌભાંડની વિગતો મળી

પાલડીમાં રહેતા ઉર્વીશભાઈ ભારદ્વાજના મોબાઈલ ફોનને હેક કરીને બેક ઓફ બરોડામાં ઓટીપી વિના જ ગુગલ પે (google pay) દ્વારા ત્રણ અલગ અલગ વ્યવહાર કરીને ઓનલાઈન છેતરપિડી આચરવામાં આવી હતી. આ કેસમાં છેતરપિંડીની રકમ નાની હતી. પરંતુ, કેસને ગંભીરતાથી લઇને પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ આર પરવાડાએ તપાસ શરૂ કરાવી હતી. જેમાં 25 હજાર રૂપિયા ક્યા ક્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા? તે વિગતો મેળવવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ નાણાં ત્રણ અલગ-અલગ લેયરમાં ટ્રાન્સફર થયા હતા અને ત્રીજા લેયરના નાણા ડ્રાઇવ-ઇન રોડ બ્રાંચની યુનિયન બેંકના બે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટમાંથી સેલ્ફના ચેક લખીને નિયમિત રીતે લાખો રૂપિયાની રકમ ઉપાડવામાં આવતી હતી.

જેથી પોલીસે બેંકમાં નાણા ઉપાડવા આવતા 6 વ્યક્તિઓની અટકાયત કરી તપાસ કરતા તેમની  પાસેથી કુલ  રૂ. 3.16 કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત15 મોબાઈલ ફોન અને નવ ચેકબુક મળી આવી હતી.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, છેતરપીંડીના નાણા સેલ્ફ ચેકથી ઉપાડીને આંગડિયા પેઢીથી હવાલા મારફતે વિવિધ શહેરોમાં પૈસા મોકલીને તેણે ક્રીપ્ટો કરન્સીની બ્લોક ચેઈનમાં ટ્રાન્સફર રવામાં આવતા  હતા. પોલીસે તપાસમાં ખુલાસો થયો હતો કે,  સેકન્ડ લેયર લેયર નાણાં યશ બેંકમાં ટ્રાન્સફર થયા હતા. જ્યારે ત્રીજા લેયરના નાણાં યુનિયન બેંકમાં જતા હતા. જેમાં કુલ 23.23 કરોડના નાણાંની હેરફેર થઈહતી.

જ્યારે સાયબર ફ્રોડની ફરિયાદની રકમના નાણાં 9.27 કરોડ હતા. પોલીસે આ અંગે છ આરોપીઓની સઘન પુછપરછ કરવાની સાથે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતાછે.

આરોપીઓને રોકડ ઉપાડવાના બદલામાં કમિશન મળતું હતું

પાલડીના નાના ગુનામાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે તેમને કોઈ વ્યક્તિ દ્વારા ચેક બુક આપી દેવામાં આવી હતી અને આ બેંક એકાઉન્ટ કોના નામે હતા? તે અંગે તેમની પાસે ચોક્કસ માહિતી નહોતી. પણ, તેમને ફોન આવે ત્યારે તે બેંકમાં જઈને સેલ્ફનો ચેક લખીને નાણાં ઉપાડીને સુચના મુજબ આંગડીયાને આપતા હતા. જેના બદલામાં તેમને કમિશન મળતુ હતું. અત્યાર સુધી આરોપીઓ ખુબ મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર કરી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે કયા કયા આરોપીઓની ધરપકડ કરી?

આરીફખાન મકરાણી  રહે.ધાબરનગર સોસાયટી,શાહીબાગ, અમદાવાદ

અશ્વિન પટેલ, રહે. જુનાપુરા ગામ, જિ. મહેસાણા

સ્મીત ચાવડા, રહે. કોઠીવાળી ચાલી પાસે, કલોલ ગાંધીનગર

રાકેશ પ્રજાપતિ, રહે. પખાલીની પોળ, રાયપુર દરવાજા, આસ્ટોડીયા

જગદીશ પટેલ, રહે. ઈટાદરા, તા. માણસા, જિ. ગાંધીનગર

જસ્મીન ખંભાયતા, રહે.સેટેલાઈટ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ