Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Beware of messages from unknown numbers, young man loses lakhs while installing RTO challan APK

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા
સોર્સ : gstv

ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયબર ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડીમાં ભેજાબાજો હવે ટ્રાફિક મેમા એટલે કે RTO ચલણના નામે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય યુવક સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા નંબર પરથી આવેલી એક APK ફાઈલ ઇન્સ્ટોલ કરવાના ચક્કરમાં યુવકને બેંક એકાઉન્ટમાંથી 11.87 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

App Store

RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા

આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, યુવકના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં RTO ચલણની વિગતો જોવા માટે એક APK ફાઈલ મોકલવામાં આવી હતી. અજાણતા જ યુવકે આ માલવેર ફાઈલ ડાઉનલોડ કરી લીધી હતી અને તેમાં પોતાનું નામ તેમજ સરનામા સહિતની અંગત માહિતીઓ ભરી હતી. આ પ્રક્રિયા દરમિયાન જ તેનો મોબાઈલ ફોન અચાનક હેંગ થઈ ગયો હતો. હેકર્સ દ્વારા ફોનનો કંટ્રોલ લઈ લેવાતા તેના પર સતત અલગ-અલગ OTP આવવાના શરૂ થઈ ગયા હતા. જો કે, તે સમયે યુવકે આ મેસેજ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું.

બીજા દિવસે સવારે જ્યારે યુવકે પોતાના મોબાઈલમાં બેંકના મેસેજ તપાસ્યા, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેના ખાતામાંથી ઉપરાછાપરી ટ્રાન્ઝેક્શન થયા હોવાના મેસેજ હતા. ખાતરી કરવા માટે તે તાત્કાલિક બેંક પહોંચ્યો હતો, જ્યાં તેને જાણવા મળ્યું હતું કે સાયબર ગઠિયાઓએ તેનું આખું બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી કરી નાખ્યું છે અને કુલ 11.87 લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા છે. 

પોતાની સાથે થયેલા આ મસમોટા ડિજિટલ ફ્રોડની જાણ થતાં જ યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો હતો અને ભેજાબાજો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.