અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવા માટે AMCએ ફરી ટેન્ડર બહાર પાડ્યું, ઘાટ કરતા ઘડામણ મોંઘી
અમદાવાદના 40 કરોડના ખર્ચે બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે AMC દ્વારા ફરી એક વખત

અમદાવાદના 40 કરોડના ખર્ચે બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે AMC દ્વારા ફરી એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી હોય તેમ લાગી રહ્યું છે. આ વખતે હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે 9.31 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. હાટકેશ્વર બ્રિજ બંધ થતા જ લોકોએ વાહનો મુકવા માટે પાર્કિંગ બનાવી દીધુ છે.
42 કરોડમાં બન્યો હતો હાટકેશ્વર બ્રિજ
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં 42 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. કોંગ્રેસ તેને તોડવા પાછળ 52 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે તેવો દાવો કર્યો હતો. જોકે, તે બાદ તપાસ હાથ ધરવામાં આવતા કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
હાટકેશ્વર બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે.
અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે હાટકેશ્વર બ્રિજ 2017માં બનાવવામાં આવ્યો હતો. થોડા સમય પછી આ બ્રિજ પર ગાબડા પડ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો.
હાટકેશ્વર બ્રિજ વિવાદ સાથે જોડાયેલા તથ્ય
1. બ્રિજનું બાંધકામ નવેમ્બર-2017માં પુરુ કરાયુ. નવેમ્બર-2018માં ડીફેકટ લાયાબીલીટી પીરીયડ પુરો થઈ ગયો.2. વર્ષ-2017માં બ્રિજ વપરાશ માટે ખુલ્લો મુકાયો.ચાર વર્ષથી ઓછા સમયમાં મુખ્ય ઓબલીગેટરી સ્પાનમાં પાંચ એપ્રિલ-2021ના રોજ પ્રથમવાર ડેક સ્લેબમાં સેટલમેન્ટ થયું.જેને માઈક્રો કોંક્રીટથી રીપેર કરવામાં આવ્યુ.
3. વર્ષ-2021 તથા 2022માં ચાર વખત ઓબલીગેટરી સ્પાનમાં ડેક સેટલમેન્ટ થવા પામ્યુ હતું.જેનુ સ્થાનિક કન્સલ્ટન્ટની સલાહ મુજબ માઈક્રો કોંક્રીટ અને એડીશનલ સ્ટીલ સાથે રીપેરીંગ કરવામાં આવ્યુ હતું.
4. 19 ઓગસ્ટ-2022માં બીજા બોકસમાં સેટલમેન્ટ થતા સંપૂર્ણ બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યા બાદ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
5. પાંચ ફેબ્રુઆરી-2023ના રોજ આઈ.આઈ.ટી. રુડકીના તજજ્ઞા દ્વારા બ્રિજની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી.બાદમાં આપવામા આવેલા રીપોર્ટમાં કોંક્રીટની ગુણવત્તા નબળી હોવાનુ કહેવામાં આવ્યુ હતું.
પેનલ રીપોર્ટ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષનું
13 એપ્રિલ-2023ના રોજ તજજ્ઞા પેનલે આપેલા રિપોર્ટમાં કહ્યા મુજબ, આઈ આર સી પાંચ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો છે. આ કારણથી કોન્ટ્રાકટર ટેન્ડર મુજબ એક વર્ષનો ડિફેકટ લાયાબિલિટી પીરિયડ પૂરો થયો હોવાનુ ગણાવી છટકવાનો પ્રયાસ કરે છે જે તાંત્રિક રીતે અયોગ્ય છે.















