Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC and police launch major campaign to make Ahmedabad begging-free

'44 બાળકોનું રેસ્ક્યૂ, 20 ભિક્ષુકોને આશ્રયગૃહ ખસેડાયા', અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત કરવા AMC અને પોલીસનું મોટું અભિયાન

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'44 બાળકોનું રેસ્ક્યૂ, 20 ભિક્ષુકોને આશ્રયગૃહ ખસેડાયા', અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત કરવા AMC અને પોલીસનું મોટું અભિયાન
સોર્સ : GSTV

અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી 22 જૂન 2026ના રોજ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 44 જેટલા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

App Store

શહેરના 41થી વધુ હોટસ્પોટ પર તપાસ

આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા બાળકોને આગળની કાયદાકીય અને સંરક્ષણાત્મક કાર્યવાહી માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 

ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે 40 બાળકોને તેમના માતા-પિતાને પરત કર્યા

સમિતિના માર્ગદર્શન મુજબ, કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા-પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. 

5 મહિલાઓ સહિત 20ને કોર્ટમાં રજૂ કર્યા બાદ ભિક્ષુક ગૃહ ખસેડ્યા 

આ ઉપરાંત ઝુંબેશ દરમિયાન ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા કુલ 15 પુરુષો અને 5 મહિલાઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ અનુસાર, પુરુષોને ઓઢવ ભિક્ષુક ગૃહ તથા મહિલાઓને ડભોડા ભિક્ષુક ગૃહ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.