Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another burden on the pockets of the public! Drastic increase in rickshaw fares in Ahmedabad from today

જનતાના ખિસ્સા પર વધુ એક બોજ! Ahmedabadમાં રિક્ષા ભાડામાં કરાયો ધરખમ વધારો

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જનતાના ખિસ્સા પર વધુ એક બોજ! Ahmedabadમાં રિક્ષા ભાડામાં કરાયો ધરખમ વધારો
સોર્સ : GSTV

Ahmedabad Auto Rickshaw Fare Hike 2026: CNGના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષા ચાલકો માટે રાહતના અને જનતા માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાડા વધારાને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે. મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડશે, કારણ કે હવેથી મુસાફરોએ રિક્ષા પ્રવાસ માટે સુધારેલા દરો મુજબ ચૂકવણી કરવી પડશે. લઘુતમ ભાડું (મિનિમમ ચાર્જ) જે પહેલા 20 રૂપિયા હતું, તેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રિક્ષા ચાલકોને આ ભાડા વધારાની મંજૂરી અંદાજે ત્રણ વર્ષ બાદ મળી છે.

App Store

આ રહ્યું ભાડાનું નવું માળખું

બેઠકમાં મંજૂર કરાયેલા નવા દરો મુજબ, રિક્ષાનું લઘુતમ ભાડું જે પહેલા 20 રૂપિયા હતું, તેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત, રિક્ષા ચાલકો અત્યાર સુધી પ્રતિ કિલોમીટર જે 15 રૂપિયા વસૂલતા હતા, તેમાં પણ 5 રૂપિયાનો વધારો મંજૂર કરાતા હવેથી દર પ્રતિ કિલોમીટર 20 રૂપિયા રહેશે. જો કે, યુનિયનની મુખ્ય માંગણીઓ પૈકી મિનિમમ ભાડું 50 રૂપિયા કરવાની રજૂઆતને સરકારે ગ્રાહ્ય રાખી નથી અને વચગાળાનો રસ્તો કાઢીને નવું માળખું નક્કી કર્યું છે.

શા માટે લેવો પડ્યો આ નિર્ણય?

છેલ્લા બે મહિનામાં જ CNGના ભાવમાં પ્રતિ કિલોએ આશરે 6 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકાતા કિંમત 88 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજી મોંઘો થતા રિક્ષા ચાલકોની આજીવિકા પર મોટો ફટકો પડ્યો હતો. લાંબા સમયથી સત્તાવાર રીતે ભાડું ન વધવાને કારણે રિક્ષા ચાલક એકતા યુનિયને આખરે કંટાળીને સ્વયંભૂ વધારો વસૂલવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. યુનિયનની સતત રજૂઆતો અને આક્રમક વલણને પગલે તંત્રને બેઠક યોજવાની ફરજ પડી હતી.

ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTOના અધિકારીઓ, અમદાવાદ રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશન તેમજ સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના હોદ્દેદારો અને વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ પક્ષો વચ્ચે ચાલેલી ચર્ચા બાદ સર્વસંમતિથી નવું ભાડું લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિયનની બે મુખ્ય માંગણીઓમાંથી તંત્રએ એક મહત્વની માંગ સ્વીકારીને આદેશ જાહેર કર્યો છે.