અદ્યતન જીવનશૈલીને પગલે માત્ર હૃદયરોગ જ નહીં ડાયાબિટીસ, કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં ડાયાબિટીસના 47.66 લાખ જ્યારે કેન્સરના 2.26 લાખ જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ડાયાબિટીસ નિદાન થયું હોય તેવા કેસમાં ત્રણ વર્ષમાં 14 ટકા જેટલો વધારો થયો છે.
ગુજરાતમાં ડાયાબિટિસના કેસની સ્થિતિ
| વર્ષ |
સ્ક્રીનિંગ કરાયું |
નિદાન થયું |
| 2023-24 |
1.74 કરોડ |
9,87,334 |
| 2024-25 |
2.48 કરોડ |
15,60,702 |
| 2025-26 |
1.73 કરોડ |
22,18,898 |
| કુલ |
5.95 કરોડ |
47,66,934 |
ગુજરાતમાં 3 વર્ષમાં કેન્સરના કેસ
| વર્ષ |
કેસ |
| 2022 |
73,832 |
| 2023 |
75,290 |
| 2024 |
77,205 |
ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો
ગુજરાતમાં ડાયાબિટીસ અને કેન્સરના કેસ અંગે રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર ત્રણ વર્ષમાં 5.95 કરોડ સ્ક્રીનિંગ થયું છે અને તેમાંથી 47.66 લાખ દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન થયાનું સામે આવ્યું છે. 2025-26માં 1.73 કરોડ દર્દીઓમાં ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કર્યા બાદ તેમાં 22.18 લાખમાં નિદાન થયેલું હતું. આમ, સ્ક્રીનિંગ થયું હોય તેમાંથી 12 ટકા દર્દીમાં ડાયાબિટીસનું નિદાન થયેલું છે. 2025-26માં ડાયાબિટીસનું સૌથી વઘુ નિદાન થયું હોય તેવા રાજ્યમાં ગુજરાત મોખરે છે.
વર્ષ 2025-26માં ક્યાં સૌથી વધુ ડાયાબિટિસનું સૌથી વધુ નિદાન?
| રાજ્ય |
સ્ક્રીનિંગ |
નિદાન |
| ગુજરાત |
1.73 કરોડ |
22.18 લાખ |
| મહારાષ્ટ્ર |
16.50 કરોડ |
12.87 લાખ |
| તેલંગાણા |
9,96,197 |
8,48,394 |
| કર્ણાટક |
71,04,899 |
8,08,388 |
| રાજસ્થાન |
1.54 કરોડ |
7,77,872 |
એક વર્ષમાં કયા રાજ્યમાં કેન્સરના વધુ કેસ?
| રાજ્ય |
કેસ |
| ઉત્તર પ્રદેશ |
2,21,000 |
| મહારાષ્ટ્ર |
1,27,512 |
| પ.બંગાળ |
1,18,910 |
| બિહાર |
1,15,123 |
| તામિલનાડુ |
98,386 |
| કર્ણાટક |
94,832 |
| મધ્ય પ્રદેશ |
86,124 |
| રાજસ્થાન |
78,604 |
| ગુજરાત |
77,205 |
પુરુષો અને મહિલાઓ બંનેમાં ચિંતાજનક આંકડા
આ યાદીમાં મહારાષ્ટ્ર 12.87 લાખ સાથે બીજા સ્થાને છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS)-5 રિપોર્ટ મૂજબ ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું અથવા ખૂબજ ઊંચું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે પુરૂષો અને મહિલાઓ બંન્નેમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ છે. વર્ષ 2024માં કેન્સરના સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ઉત્તરપ્રદેશ 2.21 લાખ સાથે મોખરે જ્યારે ગુજરાત આઠમાં સ્થાને છે.