Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad / One killed in a head-on accident near Dhandhuka

VIDEO: અમદાવાદ / ધંધુકા પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર કિશાન જીન નજીક ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક શિક્ષકનું મોત થયું છે, જ્યારે પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માહિતી મુજબ કારમાં સવાર લોકો પોરબંદરથી દાહોદ જિલ્લાના લીમખેડા તરફ જઈ રહ્યા હતા ત્યારે ધંધુકા નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતા કારનો કચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store