Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad-Love-Jihad-Cases

અમદાવાદમાં લવ જેહાદનું મોટું કૌભાંડ: નકલી આધાર કાર્ડ બનાવી સગીરાઓને હોટલમાં લઈ જવાનો ખેલ, 5 શખ્સો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં લવ જેહાદનું મોટું કૌભાંડ: નકલી આધાર કાર્ડ બનાવી સગીરાઓને હોટલમાં લઈ જવાનો ખેલ, 5 શખ્સો ઝડપાયા
સોર્સ : GSTV

Ahmedabad news : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિધર્મીઓની પ્રેમની ખોટી માયાજાળમાંથી યુવતીઓને બચાવવા VHP અને બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનો કામગીરી કરી રહ્યા છે, જેમાં જરૂર પડ્યે તેઓ કાયદો પણ હાથમાં લે છે જેને લીધે તેમની સામે પોલીસ કેસ પણ થાય છે. જોકે, આવા કિસ્સામાં રોકવા પોલીસે પણ ઓછી સક્રિય હોય તેવું જોવા મળે છે અને ક્યારેક આવી ઘટનામાં ફરિયાદ નોંધી વિધર્મીઓને કાયદાનું ભાન પણ કરાવે છે. ત્યારે અમદાવાદમાં વાસણામાં લવ જેહાદની ઘટનામાં પોક્સો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત વાડજની યુવતી સાથે લવ જેહાદમાં બ્લેકમેલિંગ થતાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

App Store

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ
અમદાવાદના વાસણામાં રહેતા એક સગીર સહીત ત્રણ યુવકો આમીરઅલી શેખ, મોહમંદસીરાજ સલમાની અને સલીમ (નામ બદલેલ છે) એક સગીર કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ ત્રણેય આરોપીઓએ કિશોરીને હોટલમાં લઈ જવાના બદઈરાદાથી તેનું ખોટું નામ અને ખોટી ઉંમરવાળું નકલી આધારકાર્ડ બનાવડાવ્યું હતું. ત્રણેય આરોપી કિશોરીને હોટલમાં લઈ જવાના હતા, પરંતુ તે પહેલા જ હિન્દુ સંગઠનોને કારણે આ ભાંડો ફૂટી ગયો હતો. આ પછી સગીરાના પિતાની ફરિયાદના આધારે વાસણા પોલીસે પોક્સો અને છેતરપિંડી એમ બે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના એમ છે કે, ગઈકાલે(19 માર્ચ) રિવરફ્રન્ટ પર ત્રણ છોકરીઓ ત્રણ છોકરાઓ સાથે ઉભી હતી. આ દરમિયાન હિન્દુ સંગઠન VHPના કાર્યકર્તાઓને શંકા જતાં તેઓના નામ પૂછ્યા હતા. જેમાં છોકરાએ છોકરીનું નામ નાઝીન બેગમ હોવાનું જણાવ્યું અને આધાર કાર્ડમાં પણ એ જ નામ હતું. પરંતુ કાર્યકર્તાઓને હજુ પણ શંકા હતી, કારણ કે છોકરીએ હાથમાં દોરો બાંધ્યો હતો અને ગળામાં માતાજીનું લોકેટ પહેર્યું હતું. વધારે પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું. છોકરીઓની ઉંમર 16-17 વર્ષ હતી. જ્યારે તેમની સાથે રહેલા યુવકો 25 વર્ષથી વધુ ઉંમરના હતા. સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં પોક્સો(POCSO) હેઠળ ગુનો દાખલ કરી શખસોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે વાસણા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, આ કેસમાં પોક્સો અને છેતરપિંડી એમ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે. આરોપીઓએ 'હોનિસ્ટા' નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી સગીરાઓના નામે બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા જેથી તેમને હોટલમાં સરળતાથી રૂમ મળી શકે, કારણ કે હોટલ સંચાલકો 18 વર્ષથી ઓછી ઉંમરનાને પ્રવેશ આપતા નથી. આ ષડયંત્રમાં આરોપીએ હોટલ સ્ટાફને છેતરવા માટે છોકરીઓના બુરખા પહેરેલા ફોટા સાથેના નકલી આઈડી કાર્ડ બનાવડાવ્યા હતા. વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હોટલોના ડેટાના આધારે અને છોકરીઓના વાલીઓની રજૂઆત બાદ આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સોલા પોલીસમાં પણ લવજેહાદનો કેસ 
લવજેહાદમાં બ્લેકમેલિંગ અને પોક્સોની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ છે. જેમાં એક 16-17 વર્ષની સગીરાનું એક યુવક સાથે અફરે હતું. જો કે, બંને પકડાઈ ગયા પછી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અગાઉ યુવકે દીકરી સાથેના શારીરિક સંબંધના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આરોપી યુવક ફોટા-વીડિયોના આધારે યુવતીને બ્લેકમેલ કરતો હતો. તેમજ આરોપીનો એક મિત્ર સગીરા જે સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હતી ત્યાં જ રહેતો હતો. આરોપીનો મિત્ર સગીરા જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેનો વીડિયો તેના મિત્રને મોકલતો હતો. આરોપી યુવક સગીરાના અવારનવાર ગાળાગાળી કરી હેરાન કરતો હતો. સમગ્ર મામલે હિન્દુ સંગઠનને જાણ કરી હતી. આ પછી સંગઠનના કાર્યકર્તાઓ સમજાવવા અને મળવા ગયા હતા ત્યારે આરોપીએ તેના મિત્ર સાથે મળીને મારામારી ચાલુ કરી દીધી હતી. અંતે સ્થાનિકો અને કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા હતા. આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગ અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપીના નામ

- મોહમ્મદ સિરાજ ફકીરમહંમદ સલમાની (ઉં.વ.20, વાસણા, અમદાવાદ, મૂળ-ઉત્તરપ્રદેશ)

- આમીરઅલી શાકિરઅલી શેખ (ઉં.વ.22, જુહાપુરા, અમદાવાદ, મૂળ-ઉત્તરપ્રદેશ)

મહત્ત્વનું છે કે, વાડજની આ ઘટનામાં મારામારી મામલે VHPના ચાર કાર્યકર્તાઓ અને સગીરાના પિતા એમ કુલ 5 લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.