VIDEO: અમદાવાદને મળી હાઇટેક RTO કચેરી, હવે લાયસન્સ ટેસ્ટ થશે સંપૂર્ણ ઓટોમેટિક
સોર્સ : gstv
અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૬૨ કરોડના ખર્ચે નિર્મિત નવી હાઇટેક RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાગરિક ફ્રેન્ડલી આ કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ અને AC વેઇટિંગ હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે, હવે ડ્રાઇવિંગ લાયસન્સની સંપૂર્ણ પ્રક્રિયા ટેક્નોલોજી આધારિત રહેશે.AI અને સેન્સર દ્વારા ઉમેદવારનું મૂલ્યાંકન થશે, જેમાં માનવ હસ્તક્ષેપ રહેશે નહીં. ટેસ્ટ દરમિયાન સીટ બેલ્ટ, ટ્રાફિક નિયમોનું પાલન અને નિર્ધારિત ટ્રેક પર વાહન ચલાવવું ફરજિયાત છે. ૧૫૦ સેકન્ડના આ ટેસ્ટમાં ભૂલ થતાં સિસ્ટમ આપમેળે તેને નોંધી લેશે, જેનાથી પારદર્શિતા અને ઝડપ વધશે.

