Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: A large portion of Riverfront Road closed following the demolition of Subhash Bridge

Ahmedabad સુભાષ બ્રીજના ડિમોલિશનને પગલે રિવરફ્રન્ટ રોડનો આ મોટો હિસ્સો બંધ, AMC દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad સુભાષ બ્રીજના ડિમોલિશનને પગલે રિવરફ્રન્ટ રોડનો આ મોટો હિસ્સો બંધ, AMC દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા આ બ્રીજના ડિમોલિશન(તોડી પાડવા)નું કામ હાલ પ્રગતિમાં છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

App Store

કયો રોડ બંધ રહેશે?

બ્રીજના ડિમોલિશન દરમિયાન જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂર્વ બાજુનો રિવરફ્રન્ટ રોડ શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધી અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂર્વ બાજુએ સુભાષ બ્રીજ આગળ આવેલો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે.  

વૈકલ્પિક રૂટની પણ જાહેરાત

નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ વાહનચાલકોએ શીતલ એક્વા ફ્લેટથી જમણી બાજુ થઈને ઈસ્કોન રિવરસાઇડ ફ્લેટ તરફથી રિવરફ્રન્ટ જતાં રોડનો ઉપયોગ કરવાનો રહેશે. તેવી જ રીતે, ઈસ્કોન રિવરસાઇડ ફ્લેટથી ડાબી બાજુ થઈ શીતલ એક્વા ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જતાં રોડનો ઉપયોગ કરી શકાશે.