Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 89 thousand samples in 3 days! AMC's ‘number of samples shocked between dengue-malaria

3 દિવસમાં 89 હજાર સેમ્પલ! ડેન્ગ્યુ-મલેરિયા વચ્ચે AMCના ‘સેમ્પલની સંખ્યાએ ચોંકાવ્યા

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
3 દિવસમાં 89 હજાર સેમ્પલ! ડેન્ગ્યુ-મલેરિયા વચ્ચે AMCના ‘સેમ્પલની સંખ્યાએ ચોંકાવ્યા
સોર્સ : gstv

અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયા સહિતના રોગચાળાની સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલા સેમ્પલના આંકડાઓ સામે સવાલો ઊભા થયા છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં લોહીના 89 હજાર અને સીરમના 6 હજાર નમૂના લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 27 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરના આંકડાઓમાં આવેલા અચાનક મોટા તફાવતને પગલે તંત્રની કામગીરી અને પારદર્શિતા સામે ચર્ચા શરૂ થઈ છે.

App Store

આંકડામાં અચાનક મોટો ઉછાળો

આરોગ્ય વિભાગના આંકડા મુજબ 27 સપ્ટેમ્બર સુધી શહેરમાં લોહીના 48,446 અને સીરમના 10,168 નમૂના લેવાયા હતા. જોકે, 30 સપ્ટેમ્બર સુધીના આંકડા જાહેર થતાં લોહીના નમૂનાની સંખ્યા વધીને 1.83 લાખ અને સીરમના નમૂના 16,290 સુધી પહોંચી ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. માત્ર ત્રણ દિવસમાં આટલો મોટો વધારો કેવી રીતે થયો તે અંગે સવાલો ઉઠ્યા છે.

ત્રણ દિવસમાં 89 હજાર લોહીના સેમ્પલ કેવી રીતે?

27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે માત્ર ત્રણ દિવસનો સમયગાળો હતો. આ દરમિયાન 89 હજાર જેટલા વધારાના લોહીના સેમ્પલ લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં સેમ્પલ કઈ રીતે લેવામાં આવ્યા અને તેની નોંધણી કઈ પ્રક્રિયા હેઠળ થઈ તે મુદ્દે હવે સવાલો ઉઠી રહ્યા છે.

ગત વર્ષના લક્ષ્યાંક સાથે સરખામણી

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બે લાખથી વધુ લોહીના નમૂના લેવાયા હતા. આ વર્ષે 27 સપ્ટેમ્બર સુધીમાં નમૂનાની સંખ્યા ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી હતી. જોકે, મહિનાના અંતિમ આંકડામાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે. જેના કારણે સેમ્પલના આંકડા કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા તે અંગે પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા છે.

સપ્ટેમ્બર મહિનામાં મ્યુનિ.ના ચોપડે નોંધાયેલા કેસો

મચ્છરજન્ય રોગ:
સાદો મલેરિયા: 137
ઝેરી મલેરિયા: 41
ડેન્ગ્યુ: 756
ચિકનગુનિયા: 10

પાણીજન્ય રોગ:
ઝાડા-ઊલટી: 208
કમળો: 79
ટાઈફોઈડ: 266