H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! 365 દિવસમાં સંપૂર્ણ સિસ્ટમ બદલાઈ જશે

અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી સરકાર H-1B વિઝા નિયમોમાં અગાઉથી જ કડક વલણ અપનાવી રહી છે; વિઝા ફીમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે અને ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા નિયમોને વધુ કડક બનાવવા અને સંભવતઃ આ પ્રોગ્રામને કાયમ માટે બંધ કે ધરમૂળથી બદલવાની તૈયારી કરી રહ્યું છે. છેતરપિંડી આચરનારા એમ્પ્લોયર્સ સામે કાનૂની સકંજો કસીને કડક સજા તેમજ "હાથકડી તૈયાર છે"ની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.
365 દિવસમાં સંપૂર્ણ સિસ્ટમ બદલાઈ જશે: ઇન્સ્પેક્ટર જનરલનો ખુલાસો
અમેરિકી શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી'એસ્પોસિટોએ એક અમેરિકન કોમેન્ટેટર અને યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે:
-
વિઝાના નામે ગેરરીતિ આચરનારા અને બોગસ શેલ કંપનીઓ દ્વારા કૌભાંડ ચલાવનારા લોકો વિરુદ્ધ ફોજદારી ગુના નોંધીને ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે.
-
આગામી 365 દિવસની અંદર વિદેશી શ્રમ વિઝા વ્યવસ્થાનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જશે.
-
સરકાર H-1B વિઝા પ્રોગ્રામ સાથે જોડાયેલી છેતરપિંડી, કર્મચારીઓનું શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા અતિ ગંભીર આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ભારતીય ટેક પ્રોફેશન્લ્સને ફટકો
દિગ્ગજ IT કંપનીઓ તપાસ એજન્સીઓના નિશાના પર
વિદેશી કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા આચરવા બદલ તપાસ એજન્સીઓએ મોટી કંપનીઓ સામે પણ કાર્યવાહી તેજ કરી છે. ફોજદારી તપાસના કારણે ટેક ક્ષેત્રની અગ્રણી કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્લાઉડેરા સાથે જોડાયેલી નવી H-1B/PERM અરજીઓ હાલ પૂરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યુએસ શ્રમ વિભાગ અનુસાર, તપાસ અધિકારીઓએ ડઝનબંધ સમન્સ પાઠવ્યા છે અને અનેક શંકાસ્પદ સ્થળો પર સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યા છે.

