મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી વેપારી પાસેથી 50 લાખ પડાવ્યા, ખોટા કેસમાં ફસાવવાની આપી ધમકી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે અમદાવાદમાં નકલી ક્ર

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી વેપારી પાસેથી 50 લાખ પડાવ્યા, ખોટા કેસમાં ફસાવવાની આપી ધમકી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે અમદાવાદમાં નકલી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને વેપારી પાસેથી 50 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે. 

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી 50 લાખ પડાવ્યા

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી 50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે. મિહિર પરીખ નામના વેપારીને ક્રાઇમ બ્રાન્ચમાં ફોરેન કરન્સીનો કેસ થયો છે તેમ જણાવી ડરાવીને પૈસા પડાવ્યા હતા.ત્રણ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને બળજબરીપૂર્વક વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચો: ન્યૂ યર ઇફેક્ટ: બૂટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી, ફૂડ સપ્લાયના નામે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી

વેપારી મિહિર પરીખને પોલીસ તરીકેની ઓળખ આપીને 10થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી.આકાશ પટેલ સહિતના ત્રણ લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો