લોકસભા ચૂંટણી 2024: અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર કરોડપતિ, જાણો દિનેશ મકવાણા પાસે કેટલી છે સંપત્તિ
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ થઇ ગયુ છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ થઇ ગયુ છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અમદાવાદ જિલ્લાની અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ ફોર્મ ભર્યુ હતુ જેમાં તેઓએ એફિડેવિટમાં આપેલી વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની કુલ મળીને 14.17 કરોડથી વધુની સંપત્તિ દર્શાવી છે.
ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા રોકડ, બેન્ક થાપણ-બચત, શેર-ફંડ્સ તથા આપેલી લોન લેવાની થતી રકમ, કાર તથા ઝવેરાત સાથે જંગમ 1.79 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે જ્યારે તેઓની પત્ની પાસે 4.36 લાખનું 8 કિલો ચાંદી અને 38.43 લાખનું 630 ગ્રામ સોનુ તથા આપેલી લોન લેવાની થતી રકમ 2.04 કરોડની અને રોકડ, બેન્ક બચતથી માંડી શેર અને ફંડ સાથે 4 કરોડથી વધુની સંપત્તિ છે. દિનેશ મકવાણા પાસે કોઇ જમીન નથી પરંતુ પત્ની પાસે 4.52 લાખની કૃષિ જમીન તથા 1.89 લાખનું મકાન સહિત 7.34 કરોડથી વધુની જંગમ મિલકત છે.
દિનેશ મકવાણાની અને તેમની પત્નીની કુલ મળીને 14.147 કરોડથી વધુની સંપત્તિ છે. જ્યારે દિનેશ મકવાણાએ કરેલી ઇન્કમટેક્ષ રીટર્નની વિગત મુજબ 2018-19માં 8.92 લાખ અને 2019-20માં 9.55 લાખની આવક હતી જે 2022-23માં ઘટીને 87120 દર્શાવાઇ છે. જ્યારે પત્નીની 2022-23ની આવક 5.22 લાખ દર્શાવાઇ છે.






