અમદાવાદ: થલતેજ મેટ્રો બ્રિજ પાસે ટ્રક ચાલક રીક્ષાને ટક્કર મારી ફરાર, મુસાફરનું ઘટના સ્થળ પર મોત
રાજ્યમાં માર્ગ અકસ્માત, હિટ એન્ડ રનની દુર્ઘટનાઓમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો

રાજ્યમાં માર્ગ અકસ્માત, હિટ એન્ડ રનની દુર્ઘટનાઓમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જ એક દુર્ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
ઓટો રિક્ષાને ટ્રક ચાલકે ટક્કર મારી
મળતા અહેવાલ પ્રમાણે થલતેજ મેટ્રો બ્રિજ પાસે ઓટો રિક્ષાને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરથી રીક્ષામાં બેસેલા મુસાફરનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. મૃતકની ઓળખ ગૌતમ તરીકે થઈ છે.
રીક્ષામાં બેસેલા મુસાફરનું ઘટના સ્થળ પર જ મોત
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દુર્ઘટના સ્થળ પર દોડી આવી હતી. ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ટ્રાફિક SG 1 પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
6 તારીખે વિજય ચાર રસ્તા પાસે સર્જાઈ હતી હિટ એન્ડ રનની દુર્ઘટના
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ગુરૂવારે (6 માર્ચ) જય અંબે ટ્રાવેલ્સ બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ચાલક રામચંદ્ર રાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.






